Categories
જ્યોતિષશાસ્ત્ર

ધનતેરસના દિવસે ભૂલથી પણ ન કરતાં આ કામ,નહીં તો દેવી લક્ષ્મી થશે નારાજ.ક્યારેય નહીં થાય શુભ ફળની પ્રાપ્તિ

થોડા દિવસો બાદ દિવાળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે દરેક લોકો ઘરની સજાવટ અને સાફસફાઈ કરવામાં લાગ્યા છે. એવું કહેવામાં આવે છે કે દિવાળીના દિવસો દરમિયાન ઘરને સાફ રાખવાથી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. દિવાળીના દિવસો દરમિયાન લક્ષ્મી માતાની આરાધના કરવામાં આવે છે જેથી કરીને ઘર પર માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે. પરંતુ ઘણા લોકો અજાણ્યે પૂજા કરવામાં ભૂલ કરી બેસતા હોય છે જેના કારણે તેમને પૂજાનું પરિણામ મળતું નથી. ધનતેરસના દિવસે લોકો મોટાભાગે કુબેરની જ પૂજા કરે છે. જોકે, આવું કરવું ખોટું છે. આ દિવસે કુબેર સાથે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પૂજા કરો. આવું કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ધન અને અનાજની ક્યારેય કમી નથી આવતી.

ઘરની સાફ સફાઈ કરવી

ધનતેરસ પહેલા ઘરમાં પડેલો કચરો અને ખરાબ વસ્તુઓને બહાર કાઢો અને સાફ-સફાઈ કરો. આવું ન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘરના મુખ્ય દરવાજાની બહાર ગંદકી ન રહેવા દો. આ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, કારણ કે આ સ્થાનથી દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

ધનતેરસના શુભ મુહુર્તમાં ખરીદી કરવી

ધનતેરસનો આખો દિવસ ખરીદી ન કરો કારણ કે ખરીદી માટે પણ ખાસ સમય હોય છે. જો તમે તે મુજબ ખરીદી કરો તો તે વધુ સારું રહેશે. આ દિવસે ધાણા, સાવરણી, કલશ, વાસણો અને સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.

ધનતેરસના દિવસે સુવાનું ટાળવું

ધનતેરસના દિવસે સૂવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. જો આ દિવસે શક્ય હોય તો તમે રાત્રે જાગરણ પણ કરી શકો છો. સાથે જ આ દિવસે ઘરમાં ઝઘડાથી પણ બચવું જોઈએ. આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી.

ધનતેરસના દિવસે લોખંડની ખરીદી કરવી નહિ

ધનતેરસને ખરીદીનો દિવસ માનવામાં આવે છે પરંતુ આ દિવસે લોખંડની બનેલી કોઈપણ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. આ દિવસે લોખંડ ખરીદવું શુભ માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. સાથે આ દિવસે કોઈએ પૈસા ઉધાર પણ ન આપવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *