આ 4 રાશિઓની ખુશીઓ પર ‘ગ્રહણ’ લગાવશે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ,પડશે નકારાત્મક પ્રભાવ….

Astrology Dharmik news trending Uncategorized Viral

હિન્દૂ ધાર્મિક શાસ્ત્રો અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોના એક નિશ્ચિત સમય પર ગોચર કરતા રહે છે. તેમના પરિવર્તનની જેમ ગ્રહણની અસર પણ તમામ રાશિઓ પર જોવા મળે છે. પછી તે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ તેની અસર દરેક રાશિના લોકો પર જોવા મળે છે. સૂર્યગ્રહણ આપણે થોડા દિવસો પહેલા જ જોઈ લીધું છે.

હવે વર્ષનું છેલ્લું અને બીજુ ચંદ્રગ્રહણ 5 મે ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ કેટલીક રાશિઓ માટે ચિંતા વધારનારુ રહી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે 15 દિવસમાં બે ગ્રહણ થવા અશુભ સંકેત તરફ ઇશારો કરે છે. તો ચાલો જાણીયે તે રાશિઓ વિશે.

મેષ રાશિઃ હિન્દૂ ધાર્મિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ મેષ રાશિ પર નકારાત્મક અસર કરી શકે છે. તેમનો સમય થોડો ખરાબ આવવાનો છે. મેષ રાશિના લોકોને ધન હાનિ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય બિલકુલ યોગ્ય નથી. શત્રુઓથી સાવધાન રેહવની જરૂરત છે.

વૃષભ રાશિઃ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ વૃષભ રાશિ પર મિશ્ર પ્રભાવ કરી શકે છે. સારા અને ખરાબ અસર ને લીધે વૃષભ રાશિના લોકોને લાભ પણ થશે અને નુકશાન પણ. આ રાશિના લોકોને એક તરફ ધનલાભના સંકેત મળી રહ્યા છે. બાળકોના શિક્ષણમાં નકારાત્મક અસર જોવા મળી શકે છે. આ રાશિના જે વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લીધો છે તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે.

કન્યા રાશિઃ કન્યા રાશિના લોકો પર પણ આવનાર  ચંદ્ર ગ્રહણની મિશ્ર અસર જોવા મળશે. કન્યા રાશિના લોકોને આ ચંદ્રગ્રહણ પછી નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને આવકમાં વધારો થશે,  પરંતુ પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે. કન્યા રાશિના લોકો આ સમયગાળા દરમિયાન નવું મકાન ખરીદી શકે છે. લોકો થી સાવધાન રેહવાની જરૂરત છે.

મકર રાશિઃ જ્યોતિશ શાસ્ત્ર અનુસાર ચંદ્ર ગ્રહણ મકર રાશિના લોકો માટે શુભ સાબિત થવાનું છે. વર્ષના અંતે થનારા ચંદ્ર ગ્રહણની અસરને કારણે મકર રાશિના લોકોના માન અને સન્માનમાં વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન તમે નવું વાહન ખરીદી શકો છો. આ સિવાય તમને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ પણ મળી શકે છે. કાર્યના નવા સ્ત્રોત મળશે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *