હોળી પર તમારી રાશિ મુજબ કરો પરિક્રમા, મુશ્કેલીઓનો આવશે તરત અંત….

Astrology Dharmik news trending Viral

હોળીનો તહેવાર રંગોથી ભરેલો છે. રંગોથી હોળી રમવાના એક દિવસ પહેલા હોલીકા દહન કરવામાં આવે છે. આજકાલ દરેક શેરી અને સમાજમાં હોલીકા દહન થઈ રહ્યું છે. લોકો તેની તૈયારી ઘણા અઠવાડિયા અગાઉથી શરૂ કરે છે. હોળીકાની પૂજા શનિ દોષ અને પિતૃ દોષને પણ દૂર કરવામાં સહાયક થાય છે. તેની સાથે જ કેટલાક પદાર્થો હોળીની આગમાં હોમવાથી અને સાથે જ પરિક્રમા કરવાથી દોષ દૂર થાય છે. પરિક્રમાની સંખ્યા અનુસાર દરેક રાશિના ગ્રહની બાધા દૂર થાય છે.

આ વખતે હોળીકા દહન 7 માર્ચના રોજ થશે. 7 માર્ચના રોજ સવારે 9 વાગીને 28 મિનીટથી ભદ્રકાળ શરૂ થઈ જશે અને મોડી સાંજે 8 વાગીને 59 મિનીટ સુધી રહેશે. તેના બાદ રાત્રે 9 વાગીને 28 મિનીટથી લઈને 11 વાગ્યા સુધી હોળીકા દહનની પ્રક્રિયા કરવામાં આવશે. જ્યોતિષાચાર્ય અનુસાર, હોળીકા દહન ભદ્રકાળમાં નથી કરાતી, પરંતુ દહનની પ્રક્રિયા ભદ્રકાળમાં જ કરવામાં આવે છે, તો તેનાથી પારિવારિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હોળીકા દહનના બીજા દિવસે ફાલ્ગુન માસની શુક્લ પક્ષની પૂર્ણિમાએ ધૂળેટી ઉજવાય છે.

આજે રાત્રે 9 વાગીને 28 મિનીટી હોળી પ્રગટાવવામાં આવશે. તે 11.58 સુધી હોળીની પૂજા કરી શકાશે. હોળીકાની રાત્રિના સમયે પૂજા કરવાથી જન્મપત્રિકામાં વ્યાપ્ત કેટલાક દોષોને ઓછા કરી શકાય છે. રાશિના અનુસાર, શુક અંકના હિસાબે આ રીતે પરિક્રમા કરીને જુઓ.

મેષ રાશિઃ મેષ રાશિના લોકોએ 9 પરિક્રમા અને ગોળની આહુતિ આપવી. જેથી તેમને લાભ થશે.

વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકોએ હોળીની 11 પરિક્રમા અને ખાંડની આહુતિ આપવી જોઈએ. જેથી તેમની સમૃદ્ધિ થશે.

મિથુન રાશિઃ મિથુન રાશિના લોકોએ હોળીની 7 પરિક્રમા અને કપૂરની આહુતિ આપવી. તેથી તેમની આવકમાં વધારો થશે અને દરેક કામ પૂર્ણ થશે.

કર્ક રાશિઃ કર્ક રાશિના લોકોએ 28 પરિક્રમા અને લોબાનની આહુતિ આપવી.

સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોએ 21 પરિક્રમા અને ગોળની આહુતિ આપવી.

કન્યા રાશિઃ કન્યા રાશિના લોકોએ 7 પરિક્રમા અને કપૂરની આહુતિ આપવી.

તુલા રાશિઃ તુલા રાશિના જાતકોએ હોળીની 21 પરિક્રમા અને કપૂરની આહુતિ આપવી.

વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના લોકોએ હોળીની 28 પરિક્રમા અને ગોળની આહુતિ આપવી.

ધન રાશિઃ રાશિના લોકોએ 23 પરિક્રમા અને ચણા દાળની આહુતિ આપવી.

મકર રાશિઃ આ રાશિના લોકોએ 15 પરિક્રમા અને તલની આહુતિ આપવી.

કુંભ રાશિઃ આ રાશિના લોકોએ 25 પરિક્રમા અને તલની આહુતિ આપવી.

મીન રાશિઃ આ રાશિના લોકોએ 9 પરિક્રમા અને ચણા દાળની આહુતિ આપવી.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *