ગ્રહોના સેનાપતિ શનિ એકવાર જો કોઈ વ્યક્તિ પર વક્રદ્રષ્ટિ કરે તો તેનું જીવન દુ:ખોથી ભરાઈ જાય છે. શનિની વક્રદ્રષ્ટિ જેના ઉપર પડે તેણે જીવનમાં અનેક ઉતાર ચઢાવનો સામનો કરવો પડતો હોય છે. શનિ 30 વર્ષમાં પોતાનું રાશિચક્ર પૂરું કરે છે. શનિ એક ક્રૂર ગ્રહ ગણાતો હોવાથી જાતકોએ તેમની દ્રષ્ટિથી ખુબ સંભાળીને રહેવું પડે છે. 27 ફેબ્રુઆરી 2023ના રોજ શનિ દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. જ્યોતિષ શાસ્ત્રીઓના જણાવ્યાં મુજબ શનિ દેવ લગભગ 30 વર્ષ બાદ પોતાની મૂળ રાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.
પંડિત શ્રવણ કૃષ્ણ શાસ્ત્રીના અનુસાર, જ્યારે સૂર્ય અને બુધ કોઈ રાશિમાં પરિવર્તન કરે છે, ત્યારે બુધાદિત્ય રાજયોગ બને છે. એવી જ રીતે 27 ફેબ્રુઆરી 2023 ના રોજ બુધ ગોચર કરીને કુંભ રાશિમાં પરિવર્તન કરશે અને સૂર્ય જોડે યુતિ કરશે. આ યુતિ 15 માર્ચ 2023 સુધી રહેશે. ત્યાર બાદ સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે. કુંભ રાશિમાં બનેલું બુધાદિત્ય રાજયોગ બધી રાશિઓ પર અસર કરશે.
વૃષભ રાશિ: આ સમયે તમે કોઈ નવા વેપારની શરૂઆત કરી શકો છો. મહેનતનુ સકારાત્મક પરિણામ મળશે. આરોગ્ય માટે ખાવા-પીવાનો વધુ ખ્યાલ રાખો. આ સમય નાણાની બચત કરવા માટે ઉપયોગી છે. પરિવારની સાથે સારો સમય વિતાવો. લાંબી મુસાફરીની સંભાવના બની રહી છે. જે લોકો નવો બિઝનેસ શરૂ કરશે, તેમને લાભ થશે.
સિંહ રાશિઃ કુંભ રાશિમાં બુધનો પ્રવેશ સિંહ રાશિ માટે સાનુકૂળ બની શકે છે. વેપારી માટે આ સમય અનુકૂળ રહી શકે છે. આ સમય દરમિયાન જો તમે નવો ધંધો શરૂ કરવા માંગતા હોવ તો સારું છે. પરિવારમાં કોઈ અણબનાવ થઈ શકે છે. જીવનમાં થોડો તણાવ પણ વધી શકે છે. વાણી પર સંયમ રાખો. જો બુધવારે નિયમિતપણે શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો અથવા સાંભળવું શક્ય હોય તો અવશ્ય કરો.
મકર રાશિઃ બુધાદિત્ય રાજયોગ મકર રાશિના લોકો માટે ઘણો લાભકારી સાબિત થશે. અટકેલા પૈસા પાછા મળશે. આર્થિક સ્થિતિ મજબત બનશે. આવકમાં વધારો થશે. જે લોકોનું કામ વિદેશથી જોડાયેલું છે તેમને લાભ થશે. જેમને પાર્ટનર નથી મળતો તેમના જીવનમાં પાર્ટનરની એન્ટ્રી થશે.