મહાશિવરાત્રીનો તહેવાર મહા મહિનાની તેરશની તિથીએ ઉજવવામાં આવે છે. આ વખતે અંગ્રેજી કેલેન્ડર મુજબ આ તહેવાર 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે શનિવાર હોવાને કારણે શનિ પ્રદોષ પણ રહેશે.
શિવરાત્રી પર ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. અભિષેક શબ્દનો શાબ્દિક અર્થ સ્નાન કરવું અથવા સ્નાન કરાવવું. રુદ્રાભિષેક એટલે ભગવાન રુદ્રનો અભિષેક. તો ચાલો જાણીએ કે રાશિ મુજબ ભગવાન શંકરનો જલાભિષેક કરવાથી કઈ રાશિઓને થસે ફાયદો.
મેષ રાશિઃ મેષ રાશિના લોકોને શુભ ફળ આપશે. આ દિવસે ભગવાન ભોળાનાથ ની કૃપાથી ધન લાભ થશે. નોકરી કરતા લોકોની આવકમાં પણ વધારો થશે અને દાંપત્ય જીવન સુખી રહેશે. પરિવારમાં બરકત અને સમૃદ્ધિ આવશે
વૃષભ રાશિઃ મહાશિવરાત્રીના દિવસથી વૃષભ રાશિના લોકોના પણ સારા દિવસોની શરૂઆત થઈ જશે. આ દિવસથી તેમનું ભાગ્ય ચમકી જશે. તેમને ધન લાભ થશે અને પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ રાશિના જાતકોએ શિવલિંગ ઉપર પંચામૃતથી અભિષેક કરવો.
મિથુન રાશિઃ મિથુન રાશિ : મિથુન રાશિનો સ્વામી બુધ છે. બુધનો રંગ લીલો છે. આવી સ્થિતિમાં ભગવાન શિવને દુર્વા સાથે ભાંગ, ધતુરા અને બિલીપત્રનો અભિષેક કરો.
કર્ક રાશિ : કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્રનો રંગ તેજસ્વી સફેદ છે. આ સ્થિતિમાં, સફેદ ફૂલો અને ભાંગ મિશ્રિત દૂધ અને મધ મિશ્રિત દૂધ સાથે ભગવાન શિવનો અભિષેક કરો.
સિંહ રાશિ : સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. સૂર્યનો રંગ લાલ છે. આવી સ્થિતિમાં, આ લોકોએ ભગવાન શિવને કરેણના લાલ રંગના ફૂલોની સાથે મધ અને શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ.
કન્યા રાશિ : કન્યા રાશિનો સ્વામી બુધ છે. બુધનો રંગ લીલો છે. એવામાં, બેલપત્ર, ધતુરા, ભાંગ વગેરે જેવી સામગ્રીઓ સાથે દહીં અને દુર્વાનો અભિષેક કરો.
તુલા રાશિ : તુલા રાશિનો સ્વામી શુક્ર છે. શુક્રનો રંગ સફેદ છે. આવી સ્થિતિમાં ભગવાન શિવને મિશ્રી યુક્ત દૂધ અને દહીંનો અભિષેક કરો.
વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. શેરડીના રસ, દૂધ અને મધ સાથે ગુલાબના ફૂલ અને બિલી પત્રના મૂળનો અભિષેક કરો.
ધનુ રાશિ : ધનુ રાશિનો સ્વામી ગુરુ છે. તેને પીળો રંગ પસંદ છે. પીળા ફૂલની સાથે મધ અને દૂધથી અભિષેક કરવો જોઈએ.
મકર રાશિ : મકર રાશિનો સ્વામી શનિ છે. શનિનો રંગ વાદળી અને કાળો છે. વાદળી ફૂલો, ધતુરા, ભાંગ, અષ્ટગંધ વગેરે સાથે ગોળ ભેળવીને અભિષેક કરો.
કુંભ રાશિ : શનિ કુંભ રાશિનો સ્વામી છે. શિવજીને શેરડીના રસ અને દહીંથી અભિષેક કરવો જોઈએ. કુંભ રાશિ ના લોકોને પણ અપાર સફળતા પ્રાપ્ત થશે. મહાશિવરાત્રીના આ દિવસથી આ રાશિના લોકોને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવા લાગશે. ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત મળશે. અવિવાહિત લોકો વિવાહના બંધનમાં બંધાઇ શકે છે.
મીન રાશિ : મીન રાશિનો સ્વામી ગુરુ છે. શેરડીના રસ સાથે પીળા ફૂલ અને પંચામૃતથી અભિષેક કરો.