મહાશિવરાત્રીની પૂજા વિધિ :
મહાશિવરાત્રીના દિવસે વ્રતનો સંકલ્પ કરો અને પૂજા ઘરમાં શિવલિંગ અને માતા પાર્વતીની મૂર્તિની સ્થાપના કરો. ભક્તિભાવથી તેમની પૂજા કરો. પૂજામાં પંચામૃત, નાડાછડી, કંકુ, ફળ, ફૂલ, પંચગવ્ય, સોપારી, બીલીપત્ર વગેરે ચઢાવો. શિવાષ્ટક, મહામૃત્યુંજય મંત્ર અને રૂદ્રાષ્ટકનો પાઠ કરો.
મહાશિવરાત્રી પૂજન સામગ્રી યાદી : ભગવાન શિવની પૂજામાં ગંગા જળ અને ધતુરાનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત સુગંધિત પુષ્પો, પાંચ ફળો, પાંચ મેવા, પાંચ રસ, અત્તર, નાડાછડી જનોઈ, પાંચ મિઠાઈ, બીલીપત્ર, ધતુરા, બોર, આંબાનો મોર, જવ, તુલસી, મંદારનું ફૂલ, ગાયનું કાચું દૂધ, શેરડીનો રસ, કપૂર, ધૂપ, દીવો, રૂ, મલયગીરી ચંદન, શિવ અને માતા પાર્વતીના શૃંગાર માટેની સામગ્રી, વસ્ત્ર આભૂષણો, રત્નો, સોનું, ચાંદી, દક્ષિણા, પૂજાના વાસણો, કુશનું આસન, દહીં, શુદ્ધ દેશી ઘી, મધનો સમાવેશ થાય છે.
મેષ રાશિ: મેષ રાશિ વાળા લોકો માટે આ મહાશિવરાત્રીનો પર્વ ખુબ જ શુભ સાબિત થઈ શકે છે. આ દિવસે શિવના મંદિરે જઈને શિવલિંગનો અભિષેક કરવાથી ભગવાન શિવના આશીર્વાદથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા તમામ કાર્ય સફળ થઈ જશે.
મિથુન રાશિ: મહાશિવરાત્રીના દિવસે તમને સારા સમાચાર મળી શકે છે. ભગવાન શિવના તમને વિશેષ આશીર્વાદ મળવાની સાથે વિશેષ કૃપા પણ બની રહેશે. તમારા વૈવાહિક જીવનમાં પણ સારા બદલાવ આવશે. અને સબંધો સુધરવાની સૌથી વધારે સંભાવનાઓ રહેલી છે. તમારી સાથી સાથે તમારા બંધન મજબૂત થઈ શકે છે અને ભગવાન શિવ તરફથી વિશેષ ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ: આ રાશિના જાતકોને આ શિવરાત્રીએ ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. શિવરાત્રીના દિવસ બાદથી માનસિક શાંતિ મળશે અને સારો અનુભવ થશે જેનાથી ફાયદો થશે. જો આ રાશિના લોકો નોકરીની શોધમાં હોય તો તે લોકોને સફળતા મળી શકે છે. નૌકરી તથા વેપારમાં સફળતા મળવાના યોગ ઉભા થઈ શકે છે.
મકર રાશિ: મકર રાશિના લોકોને શનિદેવ અને મહાદેવની વિશેષકૃપા તથા આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. આ શિવરાત્રીએ બીલીપત્ર, ગંગા જળ, ગાયનું દૂધ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી સુખની સાથે સમૃદ્ધિ અને ખુશી પ્રાપ્ત થશે.
કુંભ રાશિ: આ રાશિના જાતકોને શિવારાત્રીના દિવસે શનિદેવ અને મહાદેવ તરફથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને ધનની સાથે સાથે આર્થિક વૃદ્ધિ થશે. આ તહેવાર પર ઉપવાસ કરવાથી અને વીધિ-વિધાન અનુસાર શિવની પૂજા કરવાથી વિશેષ ફાયદો પણ થઈ શકે છે.