ભગવાન શિવને સમર્પિત મહાશિવરાત્રીનો તહેવાર ગણતરીના દિવસોમાં આવશે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી અને શનિવારના રોજ ઉજવાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રીનો તહેવાર આ વર્ષે ખૂબ જ ખાસ થવાનું છે કારણ કે આ દિવસે અદભુત ત્રિગ્રહ યોગ સર્જાશે.
17 જાન્યુઆરી 2023 ના રોજ શનિ ગ્રહનો કુંભ રાશિમાં પ્રવેશ થયો હતો. 13 ફેબ્રુઆરીએ સૂર્ય પણ આ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 18 ફેબ્રુઆરીએ શનિ અને સૂર્ય સાથે ચંદ્ર પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
તેના કારણે એક રાશિમાં શનિ સૂર્ય અને ચંદ્ર સાથે હશે તેના કારણે ત્રિગ્રહ યોગ સર્જાશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ત્રણ ગ્રહ એક સાથે એક રાશિમાં હોય તેવી સ્થિતિ ખૂબ જ દુર્લભ હોય છે અને આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે આ દુર્લભ સંયોગ રચાશે. જેના કારણે આ વર્ષની શુભરાત્રી ચાર રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ બની જશે. આ રાશિના જાતકોને ધનલાભ થશે.
મેષ રાશિઃ મેષ રાશિના જાતકો ઉપર ભગવાન શિવની કૃપા રહેશે. જ્યોતિષશાસ્ત્રનું માન્ય તો ભગવાન શિવની સૌથી પ્રિય રાશિ મેષ રાશિ છે. તેવામાં શિવરાત્રી પર ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના જાતકોની દરેક ઈચ્છા પૂરી થશે. આ પવિત્ર દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરવાથી મેષ રાશિના જાતકોના અટકેલા કામ પુરા થશે.
વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકોને જીવનમાં સારા સમાચાર મળશે. વૃષભ રાશિના જાતકો માટે મહાશિવરાત્રિનું પાવન પર્વ જીવનમાં ખુશીઓ લઈને આવશે. આવકમાં વધારો થશે. આ દરમિયાન તમને પ્રમોશનની સાથે આવકમાં વધારો મળી શકે છે. ઓફીસમાં મિત્રતા વધશે. કાર્યસ્થળ પર સહકર્મિઓનો સહયોગ પ્રાપ્ત થશે. મિલકત ભૂમિ, ભવન કે વાહનની ખરીદી થઈ શકે છે.
મિથુન રાશિઃ મિથુન રાશિના સ્વાસ્થ્યમાં સુધાર થશે. આવકમાં જંગી વધારો થશે. કોઈ બીમારીથી મુક્તિ મળી શકે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. કાર્યસ્થળ પર ઉપલબ્ધિની સાથે કોઈ નવી જવાબદારી મળી શકે છે. પરિવારમાં ખુશીઓ આવશે. ઘરમાં ખુશીઓનું આગમન થશે. આવક વધશે. આવકના નવા સ્ત્રોત વધશે.
તુલા રાશિઃ તુલા રાશિના જાતકોને મહાશિવરાત્રિ પર મદાદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. વેપારમાં લાભ થશે. પાર્ટનરશિપમાં કરવામાં આવેલા કામમાં નફો થશે. પ્રમોશનના સંકેત છે.
ધન રાશિઃ ધન રાશિના જાતકો માટે મહાશિવરાત્રિનું પર્ત અત્યંત શુભ રહેવાનું છે. ભગવાન શિવની કૃપાથી તમારી મનોકામના પૂરી થશે. કરિયરમાં નવી ઉંચાઈઓ પ્રાપ્ત થશે. તમારા કાર્યની પ્રશંસા થશે.
કુંભ રાશિઃ મહાશિવરાત્રીના દિવસે કુંભ રાશિના લોકોને પણ લાભ થવાનો છે આ દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરવાથી અને દાન પુણ્ય કરવાથી તેમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે. આ રાશિના જાતકોને કારકિર્દી, શિક્ષા, સ્વાસ્થ્ય અને આર્થિક ક્ષેત્રે શુભ પરિણામ પ્રાપ્ત થશે.