આપણા દેશમાં અનેક ચમત્કારિક મંદિરો આવેલા છે જ્યાં હજારો ભકતો દર્શને આવતા હોય છે, એટલે કે આવા મંદિરો સાથે લોકોની ખૂબ જ આસ્થા જોડાયેલી હોય છે, જ્યાં દર્શન અને માનતા રાખવા માત્રથી અશક્ય કામ શક્ય બની જતા હોય છે. તો આવું જ અનોખું મંદિર માં મોગલનું પણ આવેલ છે.
જણાવી દઈએ કે માં મોગલના શરણે આવેલ કોઈ ભકત આજ સુધી ખાલી હાથે પાછો પરત ફર્યો નથી.માં મોગલે ઘણા ભકતોને ચમત્કાર જ નહિ પણ સતના પરચાઓ પૂર્યા છે.આ માટે જ મોગલ ધામમાં દર્શને આવતા બધા ભકતો કહે છે કે મોગલ માતા હાજરા હજુર બિરાજમાન છે.
માન્યતાઓ મુજબ જોવામાં આવે તો મોગલ માતાનો ઇતિહાસ આશરે 1300 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે જો કે અમે જે મંદિર વિષે વાત કરી રહ્યા છીએ તે મોગલ માતાનું પ્રાચીન મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભગુડા ગામમાં આવેલું છે જે ભગુડા ધામ તરીકે આજે ગુજરાતભરમાં પ્રસિદ્ધ રહ્યું છે.
હજારો ભકતો રોજ ભગુડા ગામમાં આવીને માતાના દર્શન કરે છે જયારે સાચા મનથી માનતા રાખનાર વ્યક્તિ અહીંથી કોઈ દિવસ ખાલી હાથે પરત જતા નથી. જેમાં આજે તમને આવા જ એક વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે માનેલી માનતા પૂરી કરવા મોગલ ધામમાં 22,000 હાજર અર્પણ કરી માનતા પૂરી કરવા આવ્યા હતા.
પણ અહી બિરાજમાન મણીધર બાપાએ આ પૈસા લેવાની ના પાડી દીધી હતી અને તેને કહ્યું હતું કે આ પૈસા માંથી 11,000 તું તારી બહેનને આપી દેજે અને 11 હજાર રૂપિયા તું તારી દીકરીને આપી દે જે માતાજીએ તારી માનતા સ્વીકારી લીધી છે. એટલે કે જે લોકો માં મોગલ પર વિશ્વાસ રાખે છે તેમના પર કોઈ દુખ આવતું નથી.