ગુરુવારનો દિવસ સાઈબાબાને સમર્પિત છે.ગુરુવારના દિવસે જો કોઈ વ્યક્તિ સાઈબાબાની વિશેષ પૂજા અર્ચના કરે છે તો તેના પર ભગવાન પ્રસન્ન થાય છે અને કૃપા કરે છે.જો તમે પણ સાઈબાબાની ભક્તિ કરીને તેમના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે તેમના મંદિર સુધી જવાની જરૂર નથી તમવા ઘરે રહીને પણ બાબાની પૂજા કરીને તેમને પ્રસન્ન કરી શકો છો.આજે અમે તમને અહીં બતાવીશું.
સૌથી પહેલા તો ગુરુવારના શુભ દિવસે તમારે ઉપવાસ કરવાનો છે.આ દિવસે તમારે એક જ ટાઈમ જમવાનું રહેશે અને સાંજના સમયે ઘરમાં જ્યા તમારું પૂજા સ્થાન છે ત્યાં ફક્ત નાનકડું એક કામ કરવાનું છે.અમે તમને અહીં ઉપાય બતાવીએ છીએ તે તમારે ગુરુવારના દિવસે અવશ્ય કરવાના રહેશે.
ગુરુવારના દિવસે સવારે વહેલા ઉઠવું સ્નાન કરીને તમારે સંકલ્પ કરવાનો છે કે આ દિવસે ઉપવાસ કરવાનો છે.તમારાથી શક્ય હોય તો હવે સાંજના સમયે નજીકમાં આવેલા સાઈબાબાના મંદિરે દર્શન કરવા જવાનું છે અને ત્યાં મંદિરમાં બેસીને સાઈ ચાલીસા પાઠ કરવાનો છે.
તમારે નવ ગુરુવાર સુધી સાઈબાબાનું વ્રત કરવાનું છે.આ નવ ગુરુવાર યાદ રાખો સતત ક્રમમાં હોવા જોઈએ.વ્રત કરો ત્યારે તમારા ઘરે સાઈબાબાનો ફોટો કે મૂર્તિ રાખીને તેની પૂજા અર્ચના કરવી.સાઈબાબાને પીળા ફૂલોની માળા અર્પણ કરવી તેમજ બુંદીનો પ્રસાદ ધરાવવો.
આ સિવાય તમારા ઘરે રહેલા સાંઈબાબાના ફોટાને કે મૂર્તિને ચંદનનું તિલક કરો.તેમની સામે ઘી નો દીવો પ્રગટાવો અને શ્રી સાઈ મંત્રનો એકસો આઠ વાર મંત્રજાપ કરવો.તમે જ્યારે વ્રત કરતા હોય તે ગુરુવાર મીઠું દિવસમાં એક જ વાર ખાવું ફળાહાર ઉપયોગ કરી શકાય.
જ્યારે તમે સતત નવ ગુરુવાર સુધીનું વ્રત પૂર્ણ કરો ત્યારે કોઈ ગરીબ નિઃસહાય કે જરૂરિયાત વાળા માણસોને તમારે મનગમતું ભોજન ખવડાવવું અને તમારી યથાશક્તિ દાન કરવું કે કપડા વસ્ત્રો આપવા.આ કામ કરવાથી સાઈબાબા તમારા પર ખૂબ ઝડપથી પ્રસન્ન થશે અને તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરવામાં મદદ મળશે.
તમે પણ સાંઈબાબાના આશીર્વાદ મેળવવા માગતા હોય તો લાઈક કરી શેર કરો અને કોમેંટમા લખો જય શ્રી સાઈબાબા આવતા ચોવીસ કલાકમાં જ તમને કોઈ ફાયદો થશે અને શુભ સમાચાર મળશે.જય સાઈનાથ.