વૃશ્ચિક રાશિ
વર્ષ ૨૦૨૩ વૃશ્ચિક રાશિ વાળા લોકો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે. સમાજમાં તમારી ઈજ્જત વધશે. મિત્ર કે સંબંધીની મદદથી કોઈ મોટો ધન લાભ થઈ શકે છે. કરિયર પ્રમાણે આ નવું વર્ષ તમારા માટે ખુબ જ શાનદાર રહેવાનું છે. વિદેશ યાત્રા થવાનાં યોગ બની શકે છે. નવા વર્ષમાં તમે ઓછા બિમાર પડશો. તમને જુના રોગોમાંથી છુટકારો મળી શકે છે. વેપારીઓ માટે નવુ વર્ષ ખુબ જ સારું રહેવાનું છે. તમારા ધંધામાં વધારો થશે અને નફો પણ ડબલ થશે. વળી સરકારી નોકરીની તૈયારી કરતા લોકોને સારા પરિણામ મળશે. ૨૦૨૩ માં વૃશ્ચિક રાશિ વાળા લોકોને ઘણી સારી તક મળશે અને તમારે દરેક તક નો સંપુર્ણ લાભ લેવા માટે તૈયાર રહેવું જોઈએ.
તુલા રાશિ
નવું વર્ષ તુલા રાશિ વાળા લોકો માટે ભરપુર પૈસા અને સુખ લઈને આવશે અને તમારી આવકમાં વધારો થશે. લવ લાઇફમાં જે પણ દુઃખ હતાં, તે હવે દુર થશે. તમે જીવનમાં કોઈ મોટું સ્થાન પ્રાપ્ત કરશો. તમારી લાઈફ સ્ટાઇલ પહેલા કરતાં વધારે લગ્ઝરી થઈ જશે. તમારા જુના દરેક અધુરા કામ નવા વર્ષમાં સારી રીતે પુરા થશે.
આ વર્ષે તમારા ઘરમાં માંગલિક કાર્યક્રમ થશે. વર્ષ ૨૦૨૩ તમારા માટે નવું મકાન અને નવું વાહન લઈને આવી શકે છે, જે લોકોનાં અત્યાર સુધી લગ્ન નથી થયા, તેમને આ વર્ષે લગ્નનો કોઈ સારો પ્રસ્તાવ મળી શકે છે. કોર્ટ કચેરીની બાબતો વર્ષ ૨૦૨૩ માં સંપુર્ણ રીતે પુરી થશે.