આપણો દેશ આસ્થા સાથે જોડાયેલ છે જે વાત તો બધા લોકો સારી રીતે જાણે છે, જેમ કે આપણા દેશમાં અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, જેમાંથી કેટલાક મંદિરો પોતાના ઇતિહાસો અને ચમત્કારો માટે દેશભરમાં જાણીતા રહ્યા છે. જો કે આવું જ એક મંદિર ‘માં વિહોત’ નું પણ રહેલ છે.
કહેવાય છે કે માતાજીના આ મંદિરમાં રોજે રોજ દુઃખોથી વધુ પરેશાન થઇ ગયેલા લોકો માતાજીના આશીર્વાદ લેવા માટે આવે છે. જો કે આ ચમત્કારિક માતાજીનું મંદિર રાજકોટના વડાળી ગામ નજીક આવેલું છે અને અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન હોવાનું કહેવાય છે, જ્યાં દર્શને આવતા ભકતો કોઈ દિવસ ખાલી હાથે પાછા નથી જતા.
જણાવી દઈએ કે અહીંયા રોજ ભક્તો ઘણી મોટી સંખ્યામાં દર્શને આવે છે અને અહીંયા દર્શને આવતા ભક્તોના દુઃખો માં પોતે દૂર કરે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો આ મંદિર કોઈ ભવ્ય મંદિર નથી પણ ભકતોની આસ્થા આ મંદિરમાં બિરાજમાન માં પર રહેલી છે, જયારે અહી અહીંયા સ્વયંભૂ બિરાજમાન માં વિહોત કોઈ દિવસ તેમના ભકતોને નિરાશ કરતા નથી.
માન્યતા મુજબ જોવામાં આવે તો ચામુંડા માતાજી નું બીજું સ્વરૂપ એટલે જ ‘માં વિહોત’, જેમ કે ચંડ અને મૂંડ નામના દાનવનો વધ કર્યો હતો તેવી જ રીતે માં વિહોતએ અહીંયા અમરીયા દાનવનો વધ કર્યો હતો.
કહેવાય છે કે અહીંયા જે લોકોને હાથ-પગ દુખતા હોય તે લોકો જો લાકડાના હાથ-પગ અર્પણ કરે છે તો બધી સમસ્યાઓ દૂર થઇ જાય છે.જયારે માનતા રાખવાથી નિઃસંતાન દંપતીઓના ઘરે પારણાં પણ બંધાય છે.