ફાગવેલના ભાથીજી મહરાજને સ્પર્શ કરો.અને આશીર્વાદ લો.બધી મનોકામના થશે પૂર્ણ

Uncategorized

આમ તો ગુજરાત રાજ્યમાં ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે જ્યાં દેશના ખૂણે ખૂણેથી લોકો દર્શને આવે છે, જો કે આજે તમને આવા જ એક પ્રસિદ્ધ અને ચમત્કારિક મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ

જે ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકામાં આવેલ ફાગવેલ ગામમાં છે, જે આખા ગુજરાતભરમાં જાણીતું રહ્યું છે. કારણ કે અહી સાક્ષાત ભાથીજી મહારાજનું મંદિર આવેલ છે. જો કે કહેવાય છે કે ભાથીજી મહારાજ એ અત્યાર સુધી ઘણા ભકતોને સાક્ષાત પરચાઓ પણ બતાવ્યા છે.

ભાથીજી મહારાજ નાગ દેવતાનો અવતાર હતા દૂર દૂરથી ભક્તો અહીં પોતાના દુઃખ દૂર કરવા ભાથીજી મહારાજને પ્રાર્થના કરવા માટે આવે છે. કહેવાય છે કે ૩૫૦ વર્ષ અગાઉ ફાગણ માસમાં સૈનત નદિના કિનારે જે ગામમાં તેઓ રહેતા હતા તે ગામનું નામ ફાગવેલ હતું,

જો કે આ ગામનો વહિવટ ક્ષત્રીયવિર રાઠોડ તખતસિંહજી માનસિંહજી કરતા હતા. જયારે આ ગામની પ્રજા સુખચેનથી રહેતી હતી. કહેવાય છે કે તખતસિંહને એક જ પુત્ર ભાથીજી તરીકે હતા.

જયારે ભાથીજી મહારાજ 1 મહિનાના હતા ત્યારે લોકોને તેમના કપાળ પર નાગ દેવતાનું નિશાન જોવા મળ્યું હતું ત્યારથી લોકો માની ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી. આ બાળક નાગ દેવતાનો અવતાર છે.

જેમ જેમ તે મોટા થયા તેમ તેમ તેમની લીલાઓએ લોકોને મંત્રમુગ્ધ કરવા લાગી અને તેમના પરચાઓ લોકોને જોવા મળ્યા.માન્યતા મુજબ જોવામાં આવે તો ભાથીજી મહારાજના લગ્ન થઇ રહ્યા હતા ત્યારે તે સમયે દુશ્મનો ગામની ગયો લઈને જવા લાગ્યા હતા,

જેના સમાચાર તેમને મળતા જ પોતાના લગ્નના ફેરા અધૂરા મૂકીને દુશ્મનો સાથે લડવા માટે ગયા હતા. જો કે આ સમયે ભાથીજી મહારાજનું માથું ધડથી અલગ થઇ ગયું હતા.

પણ ચમત્કારની વાત એ છે કે ભાથીજી મહારાજ દુશ્મનો સાથે લડતા રહ્યા અને ગાયોને દુશ્મનોથી મુકત કરાવી. માન્યતા મુજબ જો કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને તે ભાથીજી મહારાજની બધા માને તો તેને સર્પ દંશથી છૂટકળો મળે છે, તો તમારે આ મંદિરમાં આવીને ભાથીજી મહારાજના આશિર્વાદ જરૂર લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *