ઉતરાયણ પર કરો આ 1 વસ્તુનું દાન.આખું વર્ષ પૈસાનો થશે વરસાદ

Uncategorized

હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્વ છે. મકર સંક્રાંતિનો તહેવાર દેશના તમામ રાજ્યોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક જગ્યાએ આ તહેવારને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ તહેવારને મકર સંક્રાંતિ ના નામે ઓળખવામાં આવે છે. તેવામાં ગુજરાતમાં આ તહેવારને ઉત્તરાયણના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો પતંગ ચગાવીને આ તહેવાર ઉજવે છે. હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિ પર દાન કરવું શુભ માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર ઘણી વસ્તુઓનું દાન કરવાથી તમે ધનવાન બની શકો છે. આજે અમે તમને જણાવીએ છીએ કે મકરસંક્રાંતિ 2023 પર કઈ વસ્તુઓનું દાન કરવું શુભ છે.

ગોળનું દાન : મકરસંક્રાંતિ પર ગોળનું દાન કરવાથી શનિ, ગુરુ અને સૂર્યના દોષોથી મુક્તિ મળે છે. ગોળ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને પ્રિય માનવામાં આવે છે.

ધાબળાનું દાન : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે ધાબળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું દાન કરો છો તો રાહુના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.

ઘીનું દાન : મકરસંક્રાંતિ પર ઘીનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ઘીનો સંબંધ ગુરુ અને સૂર્ય સાથે માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર ઘીનું દાન કરવાથી કરિયર અને ભૌતિક સમૃદ્ધિમાં સફળતા મળે છે.

કપડાંનું દાન : મકરસંક્રાંતિના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રોનું દાન કરવું પણ શુભ છે. નવા વસ્ત્રોનું દાન કરવાથી લાભ થાય છે. તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ દિવસે જૂના અને વપરાયેલા કપડાંનું દાન ન કરવું જોઈએ.

તલનું દાન : મકરસંક્રાંતિના તહેવારને તલ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિ પર તલનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. જો તમે બ્રાહ્મણોને તલનું દાન કરો છો તો તમને શનિ દોષથી મુક્તિ મળે છે. મકરસંક્રાંતિ પર સૂર્ય ભગવાન, શનિદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા તલ વડે કરવામાં આવે છે.

ખીચડીનું દાન : મકર સંક્રાંતિ પર કાળા અડદની દાળ અને ચોખાનું દાન પણ કરવામાં આવે છે. મકરસંક્રાંતિ ખાસ કરીને ખીચડી ઉત્સવના નામે ઉજવવામાં આવે છે. અડદની દાળનું દાન કરવાથી તમને શનિ દોષથી મુક્તિ મળે છે કારણ કે અડદનો સંબંધ શનિદેવ સાથે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *