શનિદેવને ન્યાયના દેવ કહેવામા આવે છે.તે દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે.દરેક માણસ તેમના પ્રકોપથી બચવા માંગે છે.અને તેમના આશીર્વાદ લેવા ઈચ્છે છે.અને તે માટે વિવિધ ઉપાયો કરે છે.
જ્યારે પણ શનીદેવ ગોચર કરે છે.ત્યારે તેની અસર 12 રાશિઓ પર પડે છે.કેટલીક રાશીઓને આ ગોચરથી પનોતી બેસી જાય છે તો કેટલીક રાશિઓની સાડાસાતી દૂર થઈ જાય છે.
કુંભ રાશિમાં ગોચર
શનીદેવ ખૂબ જ ધીમી ચાલથી રાશિ પરીવર્તન કરે છે.એક રાશીમાથી બીજી રાશિમાં જતાં શનિદેવને અઢી વર્ષ જેટલો સમય લાગે છે.જ્યારે આખું એક રાશિ ચક્ર પૂર્ણ કરે ત્યારે તેમણે લગભગ 30 વર્ષ જેટલો સમય લાગે છે.આ સમય દરમિયાન દરેક વ્યક્તિને નાની કે મોટી પનોતીમાથી પસાર થવું પડે છે.
શનીદેવ આ વખતે મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે.આવતા વર્ષ 17 જાન્યુઆરી 2023 ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તેમના આ પરિવર્તનની અસર 12 રાશિઓ પર પડશે.કેટલીક રાશિઓ પર તેની શુભ અને અશુભ અસર પડશે.
17 જાન્યુઆરી 2023 ના રોજ રાત્રે 8:02 કલાકે શનીદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.તેમના આ ગોચરને લીધે મિથુન અને તુલા રાશિના લોકોની બધી પનોતીનો અંત આવશે.તેની સાથે જ ધન રાશિના જાતકોને પણ સાડાસાતીમાથી મુક્તિ મળશે.અને તેમના બધા કામ પૂરા થવા લાગશે
આ ગોચરને કારણે મીન રાશિના લોકોની નાની મોટી સાડાસાતી અને પનોતી ચાલુ થશે.સાથે જ મકર અને કુંભ રાશિના લોકોની પણ પનોતીનું પ્રથમ ચરણ ચાલુ થઈ જવાનું છે.આ સમય દરમિયાન આ રાશિના જાતકોએ ખૂબ ધ્યાન અને સાવચેતી રાખવી જોઈએ
શનિદેવની આ વિપરીત અસરથી બચવા માટે શનિવારના રોજ ઉપાય કરવા જોઈએ