મિત્રો આજે તમને ગુજરાતના એક એવા પ્રસિદ્ધ મંદિર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં હજારો ભકતો દર્શને આવે છે અને ત્યાં બિરાજમાન માતાના આશીર્વાદથી સુખ-શાંતિના આશિર્વાદ લે છે. જો કે અમે વાત કરી રહ્યા છીએ તે વરાણા ધામની મા ખોડિયાર છે. જણાવી દઈએ કે શ્રી ખોડીયાર માતાજી નું મંદિર વરાણા ગામમા આવેલ છે.
માતાજીનું પવિત્ર મંદિર સો વરસ જુના ઝળહળતા ઇતિહાસને પ્રદર્શીત કરે છે નવુ બનાવેલ વરાણા મંદિર અદ્ભુત કલા અને રહસ્યોથી ભરેલું છે. વરાણાની ખોડિયાર આમ તો આઈ ખોડિયાર સમગ્ર ગુજરાતમા સૌથી વધું પુજાતી લોકદેવી છે. સૌરાષ્ટ્રમાં ખોડિયારના અનેક વિખ્યાત ધામો છે પરંતુ વરાણા સૌથી અલગ અને વિશિષ્ટ છે.
આ એક જ ધામ આઈ ખોડિયારના જન્મ સાથે સંકળાયેલી ઘટનાને વધું સ્પષ્ટ ઉજાગર કરે છે. મનવામાં આવે છે કે આઈ ખોડિયારનું મુળ વતન ભાવનગર પાસેનું રોહિશાળા પરંતુ માતાજીનો જન્મ રાજસ્થાનના ચાળકનેશ ગામમાં થયો હતો. વરાણા ગામ તાલુકા મથક સમીથી આશરે ૫-૬ કિ.મી.નાં અંતરે વસેલું છે અહીં વરાણામાં શ્રી ખોડિયાર જયંતિ નિમીતે એટલે કે મહા સુદ આઠમના દિવસે મોટો મેળો ભરાય છે.
આ મંદિરે રોજ હજારો ભકતો માતાનાજીના દર્શનાર્થે આવે છે. જયારે અહી આવતા બધા ભકતોની માં મનોકામના પૂર્ણ કરે છે. તમને જણાવી દઈએ કે શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. જો કે આ ધામમાં પણ ભકતોની સંખ્યા સતત વધતી રહી છે.