મકરસંક્રાંતિ પર સૂર્યદેવની પૂજાની સાચી રીત,મહત્વ અને ફાયદા

Uncategorized

ઉત્તરાણના દિવસે આપણે પતંગ ચગાવવાની અનેઉંધિયુ જલેબી જમવાની મજા તો માણીએ જ છીએ પણ આ દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. જે દિવસે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ કહેવાય છે.

પણ જે દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ જ ઉજવવામાં છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જતા હોય છે. મકરસંક્રાંતિના દિવસે ખીચડાનું પણ ઘણું છે. મંદિરોમાં ખીચડાનો પ્રસાદ હોય છે. સાથે સાથે અમુક ધાર્મિક કાર્યોનું પણ મહત્વ છે.

ગુજરાતી પંચાંગમાં ચંદ્રની તિથિના બે ભાગ હોય છે. આવી જ રીતે સુર્યના આધાર પર વર્ષના બે ભાગ હોય છે. જેમાં છ મહિના સુધી સુર્ય ઉત્તર દિશામાં રહે છે અને છ મહિના દક્ષિણ દિશામાં રહે છે. મકર સંક્રાંતિથી સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ થાય છે જેથી આ દિવસને દેશના અમુક ભાગમાં ઉતરાયણ પણ કેહવાય છે.

એવું કેહવાય છે કે આજના દિવસે સૂર્યની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. સ્નાન, દાન, અને પુણ્યનું મહત્વ -ઉત્તરાયણના દિવસે ઘણું છે.એવું માનવામાં આવે છે કે આજના દિવસે કરેલા પુણ્યનું ફળ બે ઘણું મળે છે.

આની સાથે મકરસંક્રાંતિના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ગાયને ઘાસ ખવડાવવું અને તલનું દાન કરવું અત્યંત શુભ મનાય છે. આ દિવસે કરેલું દાનનું ખુબ મહત્વ છે અને આ દિવસે કરેલું દાન ખુબ જ લાભદાયી હોય છે.

ઉત્તરાયણના દિવસે પતંગનું પણ ખુબ મહત્વ છે આ દિવસે લોકો પોતાના ધાબે ચઢી સૂર્યના મકર રાશિમાં આગમનનો ઉત્સવ માનવતા હોય છે અને જેવી રીતે આપણે ઘરે મેહમાનને રંગ બેરંગી ફુલોથી વધાવતા હોઈએ છીએ એ જ રીતે લોકો રંગ બેરંગી પતંગ ચગાવી સૂર્યના મકર રાશિમાં આગમનને વધાવતા હોય છે. એટલે આ દિવસે પતંગોત્સવનું પણ અનેરું મહત્વ હોય છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *