આપણા દેશમાં ભગવાન શિવના અનેક મંદિરો આવેલા છે જ્યાં તમે જોયું હશે કે શિવજીના દરેક મંદિરોમાં શિવલિંગના માધ્યમથી જ શિવજીનાં મંત્રો-સ્તુતિઓ કરી જળાભિષેક કરીને તેની પૂજા તથા આરાધના કરવામાં આવતી હોય છે. એટલે કે શિવજીના મોટાભાગના મંદિરોમાં શિવલિંગ જરૂર સ્થાપિત જોવા મળતું હોય છે અને તેની જ પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે.
જેમ કે શિવલિંગ પર જળ તથા દૂધનો અભિષેક કરવામાં આવતો હોય છે. જો કે પૂજા સમયે શિવલિંગ ઉપર બીલીપત્ર પણ અપર્ણ કરવામાં આવતું હોય છે, કારણ કે આ બીલીપત્રને પવિત્ર ગણવામાં આવે છે. માનવામાં આવે છે કે જો તમે શિવજીના પૂજા સમયે બીલીપત્ર અપર્ણ કરો છો તો શિવજી સદૈવ પ્રસન્ન રહે છે અને તેમની કૃપા હમેશા બની રહે છે.
માનવામાં આવે છે કે બીલીનાં વૃક્ષમાં સદાશિવજીનો વાસ છે જો કે બીલીપત્રની ઉત્પતિની કથા વિશે વાત કરીએ તો એક વખત દેવી ગિરિજાનાં વિશાળ લલાટ ઉપર પરસેવાનું બિદું ઉપસ્યું હતું જો કે દેવીએ તેને લૂંછીને જમીન ઉપર ફેંક્યું ત્યારે પરસેવાનાં બૂંદ વડે એક વિશાળ વૃક્ષ ઉપસ્યુ જેને બીલી નામ રાખ્યું.
બિલ્વ વૃક્ષનાં પાંદડાથી ભગવાન શિવજીનું ભાવપૂર્ણ રીતે પૂજન કરાય છે બીલીપત્રને મસ્તકે પણ મૂકાય છે એમ કરનારને યમનો કોઈ ભય-ડર રહેતો નથી સામાન્ય રીતે જોવામાં આવે તો બિલ્વ વૃક્ષનાં પત્રને બીલીપત્ર કહે છે તેમાં ત્રણ પાંદડાનો સમુહ હોય છે તેમાં બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ ત્રણેયનાં ભાવો રહેલ હોવાનું માનવામાં આવે છે. શિવજીને અત્યંત પ્રિય હોવાથી બીલીપત્ર તેમના ઉપર ચઢાવાય છે.
જો તમે પણ શિવલિંગ ઉપર બીલીપત્ર અપર્ણ કરી રહ્યા છો તો તમારે ‘ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ત્રિયામુતમ્ । ત્રિજન્મ પાપ સંહાર એક બિલ્વં શિવાપર્ણમ્ ।।’ મંત્રોનો જાપ કરવો. આટલું કરવાથી તમારા પર શિવજીની કૃપા બની રહેશે.