ભાણવડમાં બેસેલી હિંગરાજ માતાને સ્પર્શ કરી આશીવાદ લો.માતા તમારી બધી મનોકામના કરશે પૂર્ણ

ધાર્મિક

આજે તમને ગુજરાતમાં આવેલા એક એવા મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે, એટલે કે અહી બિરાજમાન માતાજીના દર્શને દૂર દૂરથી લોકો આવી રહ્યા છે, જયારે અમે જે મંદિર વિષે વાત કરી રહ્યા છીએ તે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડ શહેરથી આશરે 11 કી.મી દૂર આવેલ વેરાડ ગામમાં રહેલ અતિ-પ્રાચીન હિંગળાજ માતાજી નું મંદિર છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ મંદિર 450 વર્ષ પૌરાણીક રહ્યું છે, જેનું હાલમાં સંપૂર્ણ સંચાલન ચેરીટી ઓફિસમાં રજીસ્ટર થયેલ સંસ્થા હિંગળાજ માતાજી મંદિર ટ્રસ્ટ- વેરાડ કરી રહ્યું છે. કેટલીક માન્યતા મુજબ જોવામાં આવે તો સૌરાષ્ટ્રના 15 ભાવિકો દ્વારા પાકિસ્તાનના લાસબેલામાં બિરાજમાન માં હિંગળાજ શકિત પીઠની અખંડ-પવિત્ર જયોત અહી લાવીને આ મંદિર બનાવ્યું હતું.

કહેવાય છે કે હાલનું પાકિસ્તાન પણ આઝાદી પહેલાના અખંડ ભારતના રેગીસ્તાન વિસ્તારમાં આવેલ બલુચિસ્તાન પ્રાંતના લાસબેલા ખાતે હિંગોળ નદીની નજીક પહાડોની વચ્ચે માં હિંઞળાજનું મુળ મંદિર આવેલ છે. જો કે આજથી ૫૦૦ વર્ષ પહેલા બે મિત્રો દેશ-વિદેશમાં વહાણવટા દ્રારા વેપાર-ધંધો કરતા.

જો કે તેઓ અબુ હિંગળાજ માતાના સેવક હતા. જેમાં એકવાર તે માં હિંગળાજના દર્શને ગયો હતો ત્યારે બંને માના ઘણા ચમત્કારી વિષે સાંભળ્યું. જોકે તેમની પૂજામાં આખું જીવન પસાર કર્યું અને અંતે વૃધ્ઘાવસ્થાના આરે પહોંચતા તેમની એક ઈચ્છા થઇ કે તેઓ માં ના દર્શન કરે. જો કે માં પ્રત્યેની તેમની ભક્તિ જોઈ માં તેમના ઉપર પ્રસન્ન થાય છે અને એ રાત્રીએ સ્વપ્નમાં દર્શન આપ્યા.

કારણ કે તે માતાના દર્શન કરવા માંગતા હતા પણ ઉમરના લીધે તેઓ મંદિરમાં જઈને માં ના દર્શન કરી શકે તેમ ન હતા, આવી સ્થિતિમાં માં એ દર્શન આપી કહ્યું તે તેમના ગામમાં આવશે અને ત્યાં તેમની સ્થાપન કરીને પૂજા કરી મંદિર બનાવજે. માનવામાં આવે છે કે આવી રીતે માતાની જ્યોત ત્યાંથી લાવીને અહી મંદિર બનાવ્યું છે, જ્યાં સાક્ષાત બિરાજમાન માં દર્શને આવતા લોકોની મનોકામના પૂર્ણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *