ભારતની ભૂમિ પર હજારો મંદિરો આવેલા છે જેમાંથી કેટલાક મંદિરો પોતાના ચમત્કારોને લઈને પ્રસિદ્ધ રહ્યા છે. જ્યાં હજારો ભકતો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક બિરાજમાન દેવી દેવતાઓની પૂજા અર્ચના કરે છે. જેમાંથી આજે તમને આવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં સાક્ષાત ચામુંડા માતાજી બિરાજમાન રહ્યા છે.
પ્રાચીન માન્યતાઓ મુજબ જોવામાં આવે તો ચામુંડા માતાને સાત માતાની માતા તરીકે ઓળખવામાં આવે છે અને જોગણીમાંની એક માતા તરીકે ગણે છે.આ ઉપરાંત ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ પણ કહેવામાં આવ્યું છે. જયારે અમે જે મંદિર વિષે વાત કરી રહ્યા છીએ તે વલસાડથી ૮ કિલોમીટરના અંતરે પાનેરાના ડુંગર પર આવેલ છે.
જ્યાં દેવી ચંદ્રિકા,નવદુર્ગા અને મહાકાળી માતા સાક્ષાત બિરાજમાન છે. તમે અહી રહેલ મંદિરમાં આવશો તો તમને ચામુંડામાની ત્રિમુખી મૂર્તિના દર્શન કરવા મળશે. જો કે આ મંદિરમાં નવરાત્રીમાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. જયારે આ મંદિર ઊંચા ડુંગર પર આવેલ છે. જેમાં મંદિરે પહોંચવા માટે લગભગ એક હજારથી પણ વધુ પગથિયાં ચડવા પડે છે.
કહેવાય છે કે આ મંદિરે એક વાવ પણ આવેલી છે જ્યાં આસો સુદ આઠમના દિવસે લોકમેળો ભરાય છે અને તે મેળામાં લાખોનો સંખ્યામાં ભકતો જોવા મળતા હોય છે.માન્યતા અનુસાર નવરાત્રીમાં આ મંદિરે ગરબો રમવાથી દરેકની મનોકામના પુરી થાય છે. જો તમે પણ આ મંદિરમાં આવીને અહી રહેલ માતાના દર્શન કરશો તો તમારા પર જરૂર માતાના આશિર્વાદ બની રહેશે.