ભગવાન શિવજીના અનેક મંદિરો આપણા દેશમાં આવેલા છે જ્યાં દર્શન માટે હજારો ભકતો આવતા રહેતા હોય છે, જો કે આ બધા પ્રાચીન મંદિરોમાંથી અમરનાથ ગુફા ભગવાન શિવના મુખ્ય સ્થાનોમાંનું એક માનવામાં આવે છે.
જો કે કહેવાય છે કે અહી સાક્ષાત ભગવાન શિવજી ભકતોને દર્શન આપે છે. આ માટે જ દર વર્ષે અમરનાથ ગુફાના દર્શન માટે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણેથી અનેક ભક્તો આવે છે. જયારે અમરનાથ ગુફા ભારતના જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત છે.
જે ખૂબ પ્રાચીન અને રહસ્યોથી ભરેલી પણ છે.જેમાં આજે તમને અમરનાથ ગુફામાં જોવા મળેલ બે કબૂતરોના રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. માનવામાં આવે છે કે જે લોકો નસીબદાર હોય છે તેમને અમરનાથ ગુફાની મુલાકાત લીધા પછી આ બંને કબૂતરો જરૂર જોવા મળે છે.
કહેવાય છે કે અમરનાથ ગુફામાં આ બે કબૂતરોની જોડીને જોવાથી ભગવાન શિવ પાસેથી માંગેલી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.ભક્તોનું માનવું છે કે એકવાર આ ગુફાની મુલાકાત લીધા પછી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
જણાવી દઈએ કે અમરનાથ ગુફા પાસે ફક્ત એક જ ગુફા નથી પરંતુ જ્યારે તમે અમરાવતી નદી પાસેથી પસાર થશો ત્યારે તમને ઘણી નાની ગુફાઓ જોવા મળશે એવું માનવામાં આવે છે કે ભગવાન ભોલેનાથે આ સ્થાન પર માતા પાર્વતીને અમર કથા સંભળાવી છે
જયારે ત્યાં જોવા મળતી કબૂતરની જોડી બીજી કોઈ નથી પણ તે ભગવાન શંકર અને માતા પાર્વતી છે. માન્યતા મુજબ ભગવાન ભોલે નાથ પોતે રક્ષાબંધનના પૂર્ણ ચંદ્રના દિવસે આ ગુફાની મુલાકાત લે છે અને આ અમરનાથ ગુફામાં બરફથી બનેલા શિવ લિંગની પૂજા કરે છે.તો તમે પણ એકવાર વાંચીને શેર કરવાનું ભૂલતા નહિ.