મકર સંક્રાંતિના દિવસે દાનનો ખુબ જ મહિમા છે. માનવામાં આવે છે કી આ દિવસે કરેલા દાનનું ભગવાન સૂર્યદેવ 100 ગણું કરીને પાછું આપે છે.આખું વર્ષ આરોગ્ય ખૂબ સારું રહે છે.અહી આપેલ 6 વસ્તુમાથી કોપન 1 વસ્તુનું મકરસંક્રાંતિના દિવસે દાન કરશો તો તમારા ઘરે ક્યારેય પૈસાની તંગી નહીં સર્જાય.
તલ
આ દિવસે ભ્રામણોને તલનું દાન કરવું શુભ મનાય છે.આ દિવસે ભગવાન વિષ્ણુ અને શનિદેવની પૂજા પણ તલથી કરવાનો મહિમા છે.જેનાથી શનિદોષ દૂર થાય છે.માન્યતા મુજબ શનિદેવે ગુસ્સે થયેલા સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે તલથી પૂજા કરી હતી.મકર રાશિમાં જ્યારે સુર્ય ગોચર કરે ત્યારે દાન કરવું શુભ મનાય છે.આર્થિક સમસ્યાઓ દૂર થાય છે
ધાબળા
આ દિવસે ગરીબ તેમજ જરૂરિયાતમંદને ધાબળાનું દાન કરવાથી કુંડળીમાંથી રાહુનો દોષ દૂર થાય છે
ગોળ
આ દિવસે ગોળના બનાવેલા મમરા અને લાડુનું દાન કરવાથી સુર્યદેવ અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે.
ખીચડી
આ દિવસે અડદની દાળની ખિચડી બનાવીને તેનું દાન કરવાથી શુભ સંકેતો મળે છે.અડદએ શનીદેવને પ્રિય હોવાથી શનિદોષ પણ ટળે છે.ચોખાનું દાન અતિશુભ મનાય છે
કપડાં
આ દિવસે કપડાનું દાન કરવું જોઈએ.આ દિવસે ગરીબને કપડાં આપવા જોઈએ.ખૂબ જ પુણ્યનું કામ છે.
દેશી ઘી
આ દિવસે દેશી ઘીનું દાન કરવાથી જીવનમાં ભૌતિક સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.સાથે જ મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે