મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મમાં ભગવાન સૂર્ય દેવની ઉપાસનાનો સૌથી મોટો તહેવાર છે.મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.આ તહેવાર તારીખ આધારિત હોવાથી તેમાં કઈ ફેરફાર થતો નથી.
આ વર્ષે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી શનિવાર ના રોજ મનાવવામાં આવશે.આ વખતે ઉત્તરાયણ રોહિણી નક્ષત્રમાં શરૂ થશે.જે સાંજે 8:18 સુધી રહેશે.આ નક્ષત્રને ખૂબ જ શુભ ગણવામાં આવે છે.આ નક્ષત્રમાં દાન કરવાનું ખૂબ જ મહત્વ છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ આ નક્ષત્રમાં દાન કરવાથી ભગવાન સૂર્યદેવ અને માં લક્ષ્મીનો ધરમાં વાસ થાય હે.આખું વર્ષ ધન અને ધાન્યની કમી રહેતી નથી.વર્ષ દરમિયાન સફળતા મળે છે તેમજ અનેક લાભ થાય છે.આ દિવસે દાનની સાથે પૂજા અને સ્નાનનું પણ ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.આ દિવસે શુભ નક્ષત્રની સાથે ભ્રહ્મ યોગ પણ છે,આનંદાદી યોગ પણ છે.જે અનત લાભદાયી માનવામાં આવે છે
મકરસંક્રાંતિનું મહત્વ
હિન્દુ ધર્મમાં આ દિવસનું અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.આ દિવસે ખાસ કરીને ગંગા,યમુના અને પ્રયાગરાજમા સંગમ સ્થાને સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.આ દિવસે ગંગા સાગરના કાંઠે મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
આ દિવસે તલ,ગોળ,ખિચડી ના દાનનો મહિમા છે.આ દિવસે આકાશમાં ચારેય તરફ પતંગો જોવા મળે છે.નાના બાળકોથી લઈને મોટા સુધી બધા તહેવારની ઉજવણી કરે છે.આ દિવસે ભગવાન સૂર્યદેવની વિશેષ કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે.આ દિવસે તેમની પૂજા કરવાથી રોગો અને તમામ દોષોમાથી મુક્ત થવાય છે