સનાતન હિંદુ ધર્મની અંદર અનેક સ્થાનો પર તેમના દેવી દેવતાઓના પવિત્ર સ્થાનકો આવેલા છે. જ્યાં વર્ષ દરમિયાન હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ત્યારે આજે અમે તમને એવાજ એક પવિત્ર સ્થાનક વિષે જણાવીશું જ્યાં જવા માત્રથી ભક્તના તમામ દુખો પલભરમાં છુમંતર થઇ જાય છે. આ પવિત્ર સ્થાનક વિસનગર તાલુકાના સદુથલા ગામે કૈલાસ ટેકરી ખાતે આવેલું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ સ્થાન પર એક અખંડ ધૂણી ધખાવવામાં આવેલ છે. જ્યાં ધૂણીના દર્શન માત્રથી ભક્તનું જીવન ધન્ય બની જાય છે. એવું કહેવામાં આવે છે કે આ ધૂણીના કારણે ઘણા લોકો મોતના મુખમાંથી પાછા આવ્યા છે. આ ધૂણીની ભભૂતિ એટલી પવિત્ર છે કે તેનાથી ભલભલા રોગો દુર થઇ જાય છે. આથીજ ધૂણીની ભભૂત લેવા માટે દેશ વિદેશથી ભક્તો અહિયાં આવે છે.
એક જાણકારી અનુસાર છેલ્લા ૭૦૦ વર્ષોથી આ અખંડ ધૂણી અહિયાં ચાલી રહી છે. આ ધૂણી સાથે એક વાત જોડાયેલી છે જેમાં કૈલાસ ટેકરી પર વાઘપુરી બાપુ આવ્યા હતા અને તેમને એક છાણું સળગાવ્યું હતું. ત્યારબાદ તેમને આ છાણું જમીનમાં દાટી દીધું હતું. પરંતુ થોડા સમય બાદ વાઘપુરી બાપુ ફરીથી આ જગ્યા પર આવ્યા ત્યારે તેમને છાણું એમના એમ સળગતું જોયું હતું અને તેમને આ જગ્યા ચમત્કારિક જણાઈ હતી.
જગ્યાનું મહત્વ સમજાય બાદ વાઘપુરી બાપુએ ત્યાં તપ કર્યું હતું અને જે જગ્યાએ છાણું દાટવામાં આવ્યું હતું એ જગ્યાએ અખંડ ધૂણી ધખાવવામાં આવી હતી. આજે ભકતો આ ધૂણીની રાખને પોતાની સાથે વિદેશોમાં લઈને જાય છે. માનવામાં આવે છે કે આ રાખથી બીમારીઓ દૂર થાય છે. આજ સુધી હજારો લોકોને આ ચમત્કાર થયા છે.એવા પણ લોકો છે કે જે મૃત્યુના છેડે પહોંચી ગયા હોય પણ આ ધૂણીના કારણે તેમનો જીવન બચી ગયા હોય.