જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ પરીવર્તન ખૂબ મહત્વ ધરાવે છે.ગ્રહ તેના નિયમિત સમયે પરીવર્તન કરતાં હોય છે.જેની શુભ-અશુભ અસર દરેક રાશિ પર થતી હોય છે.વર્ષ 2022 ના અંતિમ દિવસે 31 ડિસેમ્બર 2022 ના રોજ બુધ ગ્રહ અસ્ત થવાના છે.બુધ ગ્રહને બુદ્ધિ અને ધનનો કારક માનવામાં આવે છે.બુધ 31 મીએ અસ્ત થઈને 12 જાન્યુઆરી 2023 ના રોજ ઉદય થવાના છે જેની અસર દરેક રાશિ પર રહેશે.જાણીએ બુધના ઉદયથી કઈ 3 રાશિ પર તેની શુભ અસર થવાની છે.
તુલા
વર્ષ 2023 ના શરૂઆતમાં બુધના ઉદયથી આ રાશિના જાતકોને મોટો અને શાનદાર લાભ થવાનો છે.દરેક કાર્ય ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે.લાંબા સમયથી ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવશે.પરિવાર અને સ્વજનનો સાથ સહકાર મળશે.
સિંહ
આ રાશિના જાતકોને બુધ ઉદય ખૂબ જ શુભ સાબિત થવાનો છે.આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થશે.નવું રોકાણ કરવા માટે શુભ સમય.આ રાશિના જાતકોની વિદેશ જવાની મનોકામના પૂર્ણ થશે.સંતાન સુખ મળશે.આ દરમિયાન સબંધો વધુ મજબૂત થતાં જણાશે.આ સમય આ રાશિના જાતકોનો ઉદય કરશે
ધન
દરેક કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે.આ રાશિના જાતકોને બુધ ઉદય નવું જીવન લઈ આવશે.પ્રગતિના નવા દ્વાર ખોલસે.ધંધા માં બરકત થશે.નોકરીની શોધમાં છો તો આ સમય દરમિયાન નોકરી મળવાની સંભાવના છે.આર્થિક મજબૂતાઈ આવશે.દાંપત્ય જીવન ખૂબ જ સુખમય રીતે પસાર થશે