આપણા દેશમાં ઘણા મંદિરો આવેલા છે જેમાંથી જો આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહી પણ અનેક ચમત્કારિક અને પ્રાચીન મંદિરો આવેલા છે જેમાંથી આજે તમને માતા મેલડીના એક એવા મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં માતા મેલડી હાજરા હજૂર બિરાજમાન છે એટલે કે દર્શન માત્રથી જ બધી સમસ્યાઓ દૂર થાય છે.
જો કે આ જગવિખ્યાત મેલડી માતાનું મંદિર અમદાવાદ શહેરમાં આવેલું છે જયારે માતાના અનેક પરચાઓ ભકતોએ જોયા અને સાંભળ્યા છે. જો તમે પણ માતાના દર્શન કરવા માંગો છો તો તમારે દર મંગળવારે અચૂક હાજરી આપવી જોઈએ. માનવામાં આવે છે કે જે પણ લોકો સાચા મનથી આ મંદિરમાં આવીને માતાના દર્શન કરે છે તેમની બધી જ ઈચ્છાઓ માતા પૂર્ણ કરે છે.
કહેવાય છે કે અમદાવાદમાં આ મંદિર લગભગ 200 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક છે. માતાજીનું આ મંદીર શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલું છે. જો કે ચમત્કાર તો એ છે કે આ મંદિરમાં રહેલ અખંડ જ્યોત વર્ષોથી સતત ચાલુ રહી છે જે કોઈ દિવસ બુજાતી નથી. માન્યતા મુજબ જે પણ ભક્તો મંદિરે દર્શન કરવા માટે આવે છે તેમના મનને શાંતિનો અનુભવ થાય છે.
ખાસ કરીને રવિવાર અને મંગળવારના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે જયારે અહી આવતા બધા ભક્તો પર માતાના આશિર્વાદ બની રહે છે, કહેવાય છે કે માના દરબારમાં આવતા કોઈ પણ લોકો ખાલી હાથે પાછા નથી જતા.જે લોકો દુખથી પરેશાન છે તેઓ માતાજી પાસે આવીને બાધા કે માનતા રાખે છે તો તે જરૂર પૂર્ણ થાય છે. તમારે પણ એકવાર આ મંદિરમાં બિરાજમાન માતા મેલડીના દર્શન કરવા જોઈએ.