વૃષભ
આ રાશિના જાતકો અન્ય રાશિના જાતકો કરતા મોજશોખ માટે ખર્ચ કરવામાં સૌથી આગળ રહે છે.વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે જે આ તમામ પ્રકારના ગુણો તેમને આપે છે.શુક્ર ગ્રહ થી પ્રભાવિત આ રાશિના જાતકોને તમામ સુખ સુવિધાઓ મળે છે.આ લોકોને કંજુસાઈ કરવી બિલકુલ ગમતી જ નથી આ લોકો સ્વાદિષ્ટ ભોજનમાં ખૂબ રસ ધરાવે છે.મોંઘી વસ્તુઓ ખરીદી કરવામાં આ રાશિના જાતકો ખૂબ માને છે.
મિથુન
વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ રાશિના જાતકો પર બુધ ગ્રહથી પ્રભાવિત હોય છે.બુધ ગ્રહના કારણે આ લોકો બુદ્ધિમાન અને શોખીન હોય છે.બુધ ગ્રહને કારણે આ રાશિના માણસો ધંધો અને વ્યવસાય કે વેપાર કરીને ખૂબ આવક મેળવે છે.આ લોકો જે કામ કરવા માટે તૈયાર થાય છે તે પૂર્ણ કરીને જ જંપે છે.તેઓ સુખ અને સુવિધાઓ પાછળ અઢળક ખર્ચ કરે છે.
સિંહ
સિંહ રાશિ પર સૂર્યનું આધિપત્ય હોય છે.જે તેમને વૈભવી જીવનશૈલી પ્રદાન કરે છે.તો બીજી બાજુ જોઈએ તો સૂર્ય તમામ ગ્રહોનો રાજા છે.તેથી આ રાશિના જાતકો એક રાજાની જેમ જ જીવન જીવતા હોય છે.તેઓ પોતે મહેનત કરવામાં બહુ જ માનતા હોય છે. તમામ વસ્તુઓ મેળવી લેવા માંગતા હોય છે.સુખ અને શાંતિ રાખવા માટે ધનખર્ચ કરે છે.
તુલા
તુલા રાશિના જાતકો ભવ્ય અને આલીશાન એક રાજકુંવર કે રાજા જેવું જીવન જીવતા હોય છે.શુક્ર ગ્રહનું આધિપત્ય હોય છે આ ગ્રહ પર.જ્યોતિષ મુજબ જોઈએ તો શુક્રને ભૌતિક સુખનો કારક ગ્રહ માનવામાં આવે છે.આ રાશિના જાતકો મોંઘા કપડા અને મોંઘી વસ્તુની શોખ ધરાવે છે.તેઓ ખર્ચ કરવામાં થોડી પણ કંજુસાઈ કરતા નથી.