જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી એવી બાબતો જણાવી છે જે આપણા જીવનને વધુ સુખમય બનાવી શકે છે. જેમ કે અગલ અલગ રાશિના લોકોએ કેવા રત્નો ધારણ કરવા તેની પણ સંપૂર્ણ માહિતી જણાવી છે. આવી સ્થિતિમાં આજે તમને કાચબાની વીંટી પહેરવાના કેટલાક અદભુત ફાયદા જણાવી રહ્યા છીએ એટલે કે તમને આ વીંટી પૈસાદાર બનાવશે.
પરંતુ ધ્યાન રહે કે આ વીંટી અમુક રાશિના લોકો માટે જ ભાગ્યશાળી છે માટે આને ધારણ કરતા પહેલા તમારે જ્યોતિષીય નિયમો અંગેનું ધ્યાન જરૂર રાખવું જોઈએ. તો જાણીએ કાચબાની વીંટી પહેરવાના શું ફાયદા થાય છે…
– જણાવી દઈએ કે કાચબાને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તેને યોગ્ય રીતે ધારણ કરવામાં આવે તો ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ કાચબાની વીંટી પહેરતી વખતે તેની દિશાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે વીંટી પહેરો છો ત્યારે કાચબાનું માથું તમારી તરફ અને પીઠ બહાર હોવી જોઈએ.
– જયારે લક્ષ્મીનો દિવસ એટલે કે શુક્રવારના દિવસે વીંટી પહેરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે શુક્રનો સંબંધ ચાંદી સાથે છે તેથી આ દિવસે ચાંદીની ધાતુની બનેલી કાચબાની વીંટી તમારે પહેરવી જોઈએ.પણ ધ્યાન રાખો કે આ વીંટી તર્જની આંગળીમાં પહેરવી જોઈએ.
– જો તમારા જીવનમાં અવારનવાર વિવિધ સમસ્યાઓ ઉભી થઇ રહી કને અને તેને દૂર કરવા માંગો છો તો અલગ અલગ રાશિ પ્રમાણે નંગની વીંટી પહેરવી જેમાં તમારે ધન હાનિ દૂર કરવા માટે કાચબાની આકૃતિ વાળી વીંટી જરૂર ધારણ કરવી જોઈએ, જે તમને ધન હાનિથી દૂર રાખશે.
– જણાવી દઈએ કે શાસ્ત્રો પ્રમાણે કાચબો સકારાત્મકતા અને પ્રગતીનુ પ્રતિક છે આવી સ્થિતિમાં જો તમે આ વીંટી ને શુક્રવારે ખરીદો અને ઘરે લાવીને માં લક્ષ્મીની મૂર્તિ સામે થોડીવાર માટે રાખી પૂજા કરીને દૂધ અને પાણીથી તેને ધોઈ ને જમણા હાથની તર્જની આંગળીમા પહેરવામાં આવે તો અનેક લાભ થવા લાગે છે, એટલે કે આ એક વીંટી તમને ધનવાન બનાવશે.