દરેક વ્યક્તિને તેના વ્યક્તિત્વ, નસીબ અને ઉદ્દેશ્યને જાણવા માટે આંકડા દ્વારા જાણી શકાય છે, જેને અંકશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આંકડાશાસ્ત્ર મુજબ જે લોકોના જન્મ કોઇપણ મહિનામાં થયો હોય પણ જો તેમનો જન્મ 4, 13, 22 અને 31 તારીખે થયો હોય તો તેમનો મૂળાંક 4 હોય છે. આજે આપણે 4 મૂળાંકના જાતકો માટે વર્ષ 2023 કેવું રહેશે તે જાણીશું. મૂળાક 4 રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંખ્યાની અસરથી આવા લોકો મોટાભાગે મહાન ક્રાંતિકારીઓ, વૈજ્ઞાનિકો અને રાજકારણીઓ બને છે. તેમના તમામ કાર્યો આશ્ચર્યજનક છે અને આ લોકો સમાજને નવી રાહ ચીંધવાવાળા હોય છે.
જે મહિલાઓનો મૂળાંક નંબર 4 હોય છે તેઓ પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવે છે. 4 મૂળાંકના લોકો તેમના ધ્યેયો વિશે ખૂબ જ સભાન હોય છે. સખત મહેનત કરીને તેઓ સફળતા પ્રાપ્ત કરવામાં સફળ બને છે. 4 નંબરના લોકો માટે નવું વર્ષ ખૂબ જ પડકારજનક રહેવાનું છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે ફાયદાકારક પણ સાબિત થશે. ચાલો જાણીએ કે મૂળાંક 4ના લોકો માટે આવનારું નવું વર્ષ કેવું રહેશે.
કારકિર્દી:
આવનારું વર્ષ એટલે કે, વર્ષ 2023 મૂળાંક 4 ના જાતકો માટે સમૃદ્ધ સાબિત થશે. આ વર્ષે તમને નાણાકીય અને વ્યાવસાયિક સફળતા મળશે. આ વર્ષે તમે કામના સંબંધમાં નવા લોકોના સંપર્કમાં આવશો. જો તમે વેપારી છો અને આયાત અને નિકાસ સાથે સંકળાયેલા છો, તો તમને વ્યવસાયમાં ચોક્કસપણે સફળતા મળશે. કારકિર્દી બાબતેમાં પણ તમને પ્રગતિ થવાની સંભાવના છે.
પ્રેમ સંબંધ:
4 મૂળાંકના લોકોને પ્રેમની બાબતમાં વર્ષ 2023માં સફળતા મળશે. જો તમે હજૂ પણ સિંગલ છો, તો નવા વર્ષમાં તમને લવ પાર્ટનર મળવાની પૂરી આશા હશે. જો તમે પહેલાથી જ સંબંધમાં છો, તો તમને સંબંધમાં સકારાત્મક ભૂમિકા ભજવવાની તક મળશે. વિવાહિત જીવન સુખી અને સફળ રહેશે. આ સાથે તમને તમારા દરેક કાર્યમાં તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.
સ્વાસ્થ્ય:
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષે મૂળાંક 4 ના પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. વર્ષ 2023 ના મધ્યમાં આંખમાં ઈજા થઈ શકે છે અને આવા સમયે અચાનક માથાનો દુઃખાવો થાય છે, તેથી તરત જ ચેકઅપ કરાવો. આ ઉપરાંત સ્વાસ્થ્ય સમસ્યાઓ આ વર્ષે તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે.
નાણાકીય પરિસ્થિતિ:
4 મૂળાંકના લોકોને આ વર્ષે પ્રમોશનની સાથે આર્થિક લાભ પણ મળી શકે છે. પૈસા અને વિકાસની દ્રષ્ટિએ તે તમારા માટે વધુ સારું રહેશે. જ્યાં એક તરફ આવકના સ્ત્રોત વધશે, તો બીજી તરફ ખર્ચાઓ પણ વધશે. આર્થિક લાભ માટે તમારે વધુ મહેનત કરવી પડશે.