આપણા દેશમાં જગદંબા એટલે કે માતા દુર્ગાના ઘણા મંદિરો આવેલા છે જ્યાં હમેશા ભક્તોની ભીડ રહેતી હોય છે. કહેવાય છે કે જે લોકો માતા દુર્ગાની પૂજા કરે છે તેમને માતાના અનેક સ્વરૂપે તેમના ભક્તોનું રક્ષણ કરે છે અને સુખ અને સમૃદ્ધિના આશિર્વાદ આપે છે. જેમ કે તમે જોયું હસે કે નવરાત્રી સમયે હજારો નહિ પણ લાખોની સંખ્યમાં ભકતો મંદિરમાં તેમના દર્શને આવતા હોય છે.
જો કે આવું જ એક ભોપાલમાં આવ્યું છે જેના વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ, માન્યતા મુજબ આ મંદિર વર્ષ 1981 માં બનાવવામાં આવ્યું હતું. જો કે મંદિરના નિર્માણ દરમિયાન અનેક અવરોધો આવ્યા હતા. કહેવાય છે કે લાંબા સમય સુધી કર્ફ્યુ ચાલ્યું હોવાથી અહી રહેલ દુર્ગા મંદિરને “કર્ફ્યુ વાલી માતા” ના તરીકે ઓળખવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે આ મંદિરમાં મા દુર્ગા સોનાના સિંહાસન પર બિરાજમાન છે. જયારે મંદિરનો કલશ પણ સોનાનો બનેલો છે એટલું જ નહિ પણ મંદિરનું ગર્ભગૃહ પણ સોનાથી જડેલું છે.આજે મોટાભાગના ભક્તો આ દુર્ગા મંદિરની સરખામણી અમૃતસરના સુવર્ણ મંદિર સાથે પણ કરતા આવ્યા છે. તમને જણાવી દઈએ કે નવરાત્રિ ઉપરાંત મહાશિવરાત્રી પણ અહીં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
માતરાણીના આ દરબારમાં ભક્તો નાળિયેરમાં લપેટીને પોતાની ઈચ્છાઓ અહી જણાવી ને જાય છે. એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી માતા રાણી ચોક્કસપણે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.એટલે કે માતા જગદંબાના દરબારમાં જે આવે છે તે ખાલી જતું નથી. જો તમે પણ આ મંદિરમાં આવીને માતાના દર્શન કરશો તો તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે.
કહેવાય છે કે નવરાત્રિ ઉપરાંત અન્ય દિવસોમાં પણ લોકો મંદિરની ભવ્યતા જોવા અને ત્યાં બિરાજમાન માતાના દર્શને આવે છે.જયારે વહીવટીતંત્ર પણ નવરાત્રિ દરમિયાન મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં મદદ કરે છે.માટે તમારે પણ એકવાર જરૂર આ મંદિરની મુલાકાત લેવી જોઈએ.