આપણા દેશમાં બધા દેવી-દેવતાઓના પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે જેમાંથી ભગવાન શિવની વાત કરીએ તો તેમના પણ હજારો મંદિરો આવેલા છે, જ્યાં હમેશા ભક્તોની ભીડ રહેતી હોય છે. આવી સ્થિતિમાં આજે તમને ગુજરાત રાજ્યમાં આવેલ ભગવાન શિવજીના એક એં મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ,
જ્યાં સોમવારે અને ખાસ કરીને આખા શ્રાવણ માસમાં હજારોની સંખ્યમાં ભકતોની ભીડ રહેતી હોય છે. જો કે અમે વાત કરી રહ્યા છીએ તે મંદિર અરબી સમુદ્રના તટે આવેલા સંઘ પ્રદેશ દિવના કુદમ ગામ પાસે આવેલ શિવ મંદિર છે. જયારે પાંચ પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવ એટલે કે ભગવાન શંકરનું પ્રસિદ્ધ ગંગેશ્વર મંદિર અહી આવેલ છે.
એવું માનવામાં આવે છે કે વર્ષો પહેલા પાંડવો એ અહીંયા 5 શિવલિંગની સ્થાપના કરી હતી આટલું જ નહિ પાંડવોએ સ્થાપના કરેલા શિવલિંગની સમુન્દ્ર દેવ રોજ જળાભિષેક પણ કરે છે. માન્યતાઓ મુજબ ભગવાન શંકરનું આ મંદિર આશરે 5000 વર્ષથી પણ વધારે જૂનું છે. જયારે ચમત્કારિક વાત એ છે કે સમુન્દ્ર દેવ રોજ આ 5 શિવલિંગનો જળાભિષેક કરે છે.
આ મંદિર સાથે ઘણી માન્યતાઓ અને પૌરાણિક કથાઓ જોડાયેલ છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જયારે પાંડવો અજ્ઞાત વાસમાં હતા ત્યારે દિવ પાસે કૂદમ ગામમાં આવ્યા હતા પણ ત્યાં સાંજ પડી ગઈ તો તેઓ ત્યાં જ રોકાવવાના વિચાર સાથે ઉભા રહ્યા. પણ પાંડવો હંમેશા ભોજન કરતા પહેલા ભગવાન શંકરની પૂજા કરતા હતા.
આવી સ્થિતિમાં તેમને તે સ્થાન પર ભગવાન શિવજીનું કોઈ મંદિર જોવા મળ્યું નહિ, તો આખરે તેઓએ જાતે જ તે સ્થાન પર પાંચ શિવલિંગની સ્થાપના કરી દીધી હતી. જયારે આ મંદિર અને ત્યાં રહેલ પાંચ શિવલિંગ આખા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તમારે પણ અહી બિરાજમાન શિવજીના દર્શન કરવા જોઈએ.