સૂર્ય 25 ફેબ્રુઆરી ધન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં બુધ અને શુક્ર પહેલેથી જ હાજર છે. એટલા માટે સૂર્ય ધન રાશિમાં પ્રવેશતાની સાથે જ અહીં ત્રિગ્રહી યોગ બનશે. શુક્ર અને બુધના મિલન પહેલા જ ધન રાશિમાં લક્ષ્મીનારાયણ યોગ રચાયો છે અને હવે સૂર્ય બુધ સાથે બુધાદિત્ય યોગ રચશે. જ્યોતિષના મતે ધન રાશિમાં ત્રિગ્રહી યોગ, લક્ષ્મીનારાયણ યોગ અને બુધાદિત્ય યોગના કારણે ચાર રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે. તેનાથી લોકોની શક્તિમાં વધારો થશે. પૈસા-રૂપિયા સંબંધિત બાબતો ઠીક રહેશે. પ્રમોશન અને આવકમાં પણ વધારો થઈ શકે છે.
વૃષભ રાશિઃ ધન રાશિમાં બની રહેલ ત્રિગ્રહી યોગ તમને સકારાત્મક પરિણામ આપશે. આ રાશિ પરિવર્તન પછી, સૂર્યનું પાસુ તમારા બીજા ઘર પર પડશે, જેના કારણે તમને ઘણા ઉત્તમ પરિણામો મળશે. તમારી વાણી અસરકારક રહેશે. તમારી વાણીથી તમે લોકોના દિલ જીતી શકશો. નાણાકીય દૃષ્ટિએ નાણાંનો પ્રવાહ સારો રહેશે. ખર્ચ પર નિયંત્રણ રહેશે અને પૈસાની બચત થશે.
તુલા રાશિઃ તુલા રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ શુભ રહેશે. ખાસ કરીને જેઓ માર્કેટિંગ, સોશિયલ મીડિયા અથવા કન્સલ્ટન્સીના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, જ્યાં સંચાર કૌશલ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમને આ સમયગાળા દરમિયાન સારા નફાના રૂપમાં સકારાત્મક પરિણામો મળશે. પૈસા અને કરિયરના મોરચે તમને ખૂબ જ શુભ પરિણામ મળશે.
ધન રાશિઃ સૂર્ય, બુધ અને શુક્રના સંયોગને કારણે ત્રિગ્રહી યોગ ધન રાશિમાં જ બની રહ્યો છે. આવી સ્થિતિમાં તમારું સન્માન અને દરજ્જો વધી શકે છે. તમારું નેતૃત્વ અને નિર્ણય લેવાની ક્ષમતા બીજાઓને પ્રભાવિત કરશે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. તમારા કામની ચારેબાજુ પ્રશંસા થશે. આ રાશિમાં પ્રમોશનની પણ શક્યતાઓ છે.
મીન રાશિઃ મીન રાશિના જાતકોને આ યોગ દરેક જગ્યાથી લાભ આપશે. બેરોજગાર ને રોજગારી મળશે. નોકરીની નવી ઑફરો મળશે. ધન લાભ થશે. કર્જ લેવાથી બચો. ખૂબ સારો સમય આવશે. સાથે સાથે વિવાદોથી પણ બચો.