જ્યોતિષ શાસ્ત્રમાં રાશિ પરિવર્તનનું ખૂબ મહત્વ છે. દર મહિને સૂર્ય ભગવાન એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેની શુભ અને અશુભ અસર તમામ રાશિઓ પર પડે છે. જ્યારે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. આ વખતે ધન સંક્રાંતિ 16 ડિસેમ્બર 2022ના રોજ છે. આવી સ્થિતિમાં ધન સંક્રાંતિની અસર અન્ય રાશિઓ પર પણ પડવાની છે
મેષ રાશિ: મેષ રાશિના જાતકો માટે સૂર્યદેવ પાંચમાં ભાવનો સ્વામી છે. આ સમયમાં વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓને લાભ થશે. સંબંધોમાં સુધાર થશે. કરિયર તથા વેપારમાં લાભ મળી શકે છે.
વૃષભ રાશિ: આ રાશિના સપ્તમ ભાવમાં સૂર્ય ગોચર કરી રહ્યો છે. સૂર્ય ગોચરને કારણે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. જીવનસાથી સાથે અમબનાવ બની શકે છે. માનસિક તણાવ રહી શકે છે.
મિથુન રાશિ: મિથુન રાશિના લોકો માટે ધન સંક્રાંતિની અસર સાનુકૂળ રહેશે. સૂર્ય દેવ મિથુન રાશિના સાતમા ભાવમાં સંક્રમણ કરશે, જે વૈવાહિક અને દામ્પત્ય સુખનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારા વિવાહિત જીવનમાં પ્રેમ અને લાગણી વધશે અને જીવનમાં સુખ-શાંતિ રહેશે. તમને નાણાકીય લાભ થવાની પણ શક્યતા છે. તમને તમારા અટકેલા પૈસા મળી શકે છે.
કર્ક રાશિ: કર્ક રાશિના જાતકોના બીજા ભાવના સૂર્યદેવ સ્વામી છે. આ સમયગાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને લાભ થઈ શકે છે. સૂર્ય ગોચર કાળમાં વાદ-વિવાદથી મુક્તિ મળશે. આર્થિક મોર્ચા પર આ ગોચર લાભદાયી સાબિત થશે.
સિંહ રાશિ: સિંહ રાશુના ચતુર્થ ભાવમાં સૂર્ય ગોચર થશે. આ દરમિયાન તમારા સાહસ તથા પરાક્રમમાં વૃદ્ધિ થશે. કાર્ય સ્થળ પર તમે સારૂ કામ કરશો.
કન્યા રાશિ: ધનુ રાશિમાં સૂર્ય ભગવાનનું ગોચર કન્યા રાશિના જાતકો પર શુભ અસર કરશે. કન્યા રાશિના ચોથા ભાવમાં સૂર્ય દેવનું ગોચર થશે. જ્યોતિષ અનુસાર ચોથું ઘર ભૌતિક સુખ અને માતાનું ઘર માનવામાં આવે છે, તેથી તમારી ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે.
તુલા રાશિ: તુલા રાશિના બીજા ભાવમાં સૂર્યદેવ પ્રવેશ કરશે. આ દરમિયાન તમારે તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ચલાવવામાં સાવધાની રાખો. ખર્ચમાં વધારો થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ: આ રાશિના સૂર્યદેવ દશમ ભાવના સ્વામી છે. આ દરમિયાન લોકો તમારી વાતચીતથી પ્રભાવિત થશે. માન-સન્માનમાં વધારો થશે. કાર્યસ્થળ પર સારૂ પ્રદર્શન કરશો. સ્થાન પરિવર્તન પણ સંભવ છે. નોકરી કરનાર જાતકોની બદલી થઈ શકે છે.
ધનું રાશિ: સૂર્ય ધનુ રાશિના ત્રીજા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. ત્રીજું ઘર હિંમત અને શક્તિનું માનવામાં આવે છે. સૂર્યના સંક્રમણથી તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે. તમે દુશ્મનો પર વિજય મેળવશો. તમને વેપારમાં પણ ફાયદો થવાની સંભાવના છે. જો તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો તો આ સમય તમારા માટે સારો અને શુભ રહેશે.
મકર રાશિ: મકર રાશિમાં એકાદશીમાં સૂર્ય ગોચર થશે. આ દરમિયાન તમારા વ્યાપારમાં લાભ થઈ શકે છે. ભાઈ બહેનોનો સહયોગ મળશે. સંતાન પક્ષ તરફથી સુખદ સમાચાર મળી શકે છે. લવ લાઇફમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
કુંભ રાશિ: કુંભ રાશિના દશમાં ભાવમાં સૂર્ય પ્રવેશ કરશે. સૂર્ય ગોચરના પ્રભાવથી તમને કરિયરમાં લાભ થશે. કાર્યસ્થળ પર તમે સારૂ પ્રદર્શન કરી શકશો. માનસિક તણાવ દૂર થશે. વેપારીઓને લાભ થશે.
મીન રાશિ: મીન રાશિના ભાગ્ય સ્થાનમાં સૂર્ય ગોચર થવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમારા સાહસમાં વધારો થશે. તમને ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. વાદ-વિવાદથી બચો.