વાસ્તુશાસ્ત્રમાં સામાન્યપણે દક્ષિણ દિશાના મકાનને અશુભ અને નકારાત્મક પ્રભાવ વાળું માનવામાં આવે છે. જોકે મોટા ભાગના લોકો દક્ષિણ મુખી મકાનને લઇને ખાસ સજાગ હોતા નથી. તેમને કોઇ ફર્ક પડતો નથી. અહીં આપણે જાણીએ કે દક્ષિણ મુખી મકાનની ઘરની માનવીના જીવન પર શું અસર પડે છે. સામાન્યપણે દરેક દિશામાં કોઇને કોઇ ગ્રહ સ્થિત હોય છે. જે સારો અને ખરાબ પ્રભાવ પાડતા હોય છે. મકાનના વાસ્તુ, વિસ્તારની સંરચના અને તેની આસપાસના વાતાવરણ તથા વૃક્ષોની સ્થિતિ પર નિર્ભર હોય છે.
વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાનું દ્વાર શુભ માનવામાં આવતું નથી. તેને સંકટનું દ્વાર પણ કહેવામાં આવે છે. જેના પાંચ કારણ છે.
1 દક્ષિણમાં યમ અને યમદૂતોનો નિવાસ હોય છે.
2 દક્ષિણ દિશામાં મંગળ ગ્રહનું સ્થાન છે. મંગળ ગ્રહ એક ક્રુર ગ્રહ છે.
3 દક્ષિણ દિશામાં દક્ષિણી ઘ્રુવ છે જેનો નકારાત્મક પ્રભાવ બન્યો રહેતો હોય છે.
4 દક્ષિણ દિશાથી અલ્ટ્રાવાયલેટ કિરણોનો પ્રભાવ વધારે રહેતો હોય છે જેના કારણે સ્વાસ્થ્ય ઠીક રહેતું નથી.
5 દક્ષિણ દિશામાં સૂર્ય સૌથી વધારે સમય સુધી રહેતો હોય છે જેના કારણે મકાનનુ મુખ્ય દ્વાર ગરમ રહેતું હોય છે. તેના કારણે ઘરમાં ઓક્સિજનની કમી વર્તાતી હોય છે.
ચાલો જાણીએ કઈ રાશિના લોકો માટે દક્ષિણમુખી ઘર અશુભ હોય છે.
વૃષભ રાશિઃ વૃષભ રાશિના લોકો માટે દક્ષિણ મુખી ઘર અશુભ હોય છે. આ પ્રકારના મકાનમાં રહેવાથી આર્થિક નુકશાન થાય છે. ધનની બચત થતી નથી અને ખર્ચ વધી જાય છે.
મિથુન રાશિઃ મિથુન રાશિના લોકો માટે દક્ષિણ મુખી મકાન અશુભ ફળદાયી હોય છે. આ પ્રકારના મકાનમાં રહેવાથી ગંભીર બીમારી થવાનો સંકટ રહે છે. કોઈપણ પ્રકારનું સુખ વધારે સમય સુધી રહેતું નથી.
કન્યા રાશિઃ કન્યા રાશિના લોકો માટે દક્ષિણ મુખી મકાન અશુભ ફળદાયી હોય છે. આ પ્રકારના મકાનમાં રહેવાથી જીવનભર ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યકતિ સુખી જીવન વ્યતીત કરી શકતો નથી.
કુંભ રાશિઃ કુંભ રાશિના લોકો માટે દક્ષિણ મુખી મકાન અશુભ ફળદાયી હોય છે. જીવનમા ઘણા પ્રકારના સંઘર્ષ આવે છે. કોઈપણ કાર્યમાં આસાનીથી સફળતા મળતી નથી.