મિથુન
મિથુન રાશિના છોકરાઓ પાછળ છોકરીઓ ખરેખર દિવાની હોય છે.તેમનામાં ખૂબ જ આકર્ષણ હોય છે જે છોકરીઓને તેમની તરફ આકર્ષે છે.તેમના માટે પ્રેમ ખૂબ જ જરૂરી હોય છે. તેઓ જેને પણ એકવાર સાચા દિલથી પ્રેમ કરે છે તેના માટે કંઈપણ કરે છે.તેમની પ્રેમિકાની ખુશીઓ માટે તેઓ ગમે તે કઠિન કામ પણ કરે છે.આ રાશિના જાતકો પર બુધ ગ્રહનું આધિપત્ય હોય છે એટલે બોલવામાં તેઓ માહિર હોય છે.
સિંહ
આ રાશિનો મલિક છે સૂર્ય તેથી આ રાશિના છોકરાઓ સ્વભાવે રોમેન્ટિક હોય છે અને કોઈપણ વ્યક્તિની સારી રીતે સંભાળ રાખે છે.તેમની લવ લાઈફ એકદમ મજાની હોય છે.આ રાશિના છોકરાઓએ ગમે તેવી છોકરીઓ સાથે વાતચીત કરવાની હિંમત સાથે આત્મવિશ્વાસ ધરાવતા હોય છે.અને મોટાભાગની છોકરીઓ તેમના આ અંદાજ પરથી જ તેમની પર ફિદા થઈ જાય છે.તેઓ દિલના સાફ હોય છે.
તુલા
આ રાશિના છોકરાઓ છોકરીઓને તેમની તરફ ખૂબ જ ઝડપથી આકર્ષિત કરે છે.તેઓ જેને એકવાર દિલમાં બેસાડી દે છે તેને મેળવીને જ જંપે છે.તેમની લવ લાઈફ સારી હોય છે પ્રેમિકાને તેઓ ખૂબ સાચવે છે.આ રાશિના જાતકો પર શુક્રનું આધિપત્ય હોય છે જેથી તેઓ રોમાન્ટિક સ્વભાવના હોય છે.
મકર
મકર રાશિના છોકરાઓ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે.બોલવામાં પણ એજ રીતે તેઓ ખૂબ જ કુશળ અને હોશિયાળ હોય છે.તેમના સ્વભાવથી તેઓ છોકરીઓનું દિલ જીતી લે છે.છોકરીઓ પણ તેમની તરફ ખૂબ ઝડપથી આકર્ષિત થાય છે.તેમના મિત્રોની સંખ્યા પણ વધુ હોય છે.