નવું વર્ષ ચાલુ થવામાં થોડો જ સમય બાકી છે. નવું વર્ષ ચાલુ થવા માટે થોડો જ સમય બાકી છે. દરેક વ્યક્તિના મનમાં સવાલ છે કે નવું વર્ષ તેમના માટે કેવુ સાબિત થશે. નવા વર્ષમાં માં લક્ષ્મી નું ઘરમાં આગમન થશે કે નહીં. જ્યોતિષશાસ્ત્રમા માં લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટેના કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે માં લક્ષ્મી ની વાસ એવી જગ્યા પર હોય છે કે જ્યાં સાફ સફાઈ હોઈ છે. જો તમે પણ નવા વર્ષમાં માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો આજે જ ઘરમાંથી બહાર નીકળી દો આ વસ્તુઓ….
તૂટેલો કાચ: કાચ એવી નાજુક વસ્તુ છે જે થોડુંક વાગવાથી પણ તૂટી જાય છે અને તેને એક સામાન્ય વાત માનવામાં આવે છે. પરંતુ જો ઘરમાં લગાવેલા કાંચ વારંવાર તૂટે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે અને તમને સંકેત આપે છે કે હવે ઘરમાં કઇ અશુભ ઘટના ઘટવાની છે. જો તમારી સાથે પણ આવું વારંવાર થતું હોય તો તૂટેલા કાંચ ને ઘરમાંથી બહાર ફેંકી દેવા જોઈએ અને ઘરમાં સારા અને મજબૂત કવોલિટી ના કાંચ લગાવવા જોઈએ.
ખરાબ ઘડિયાળ: ઘણીવાર લોકો પોતાના ઘરમાં ખરાબ વસ્તુઓને પણ સાંભળીને રાખતા હોય છે અને વિચારતા હોય છે કે તેને ઠીક કરાવીને પછી વાપરશે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ખરાબ ઘડિયાળ ને રાખવું અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ખરાબ ઘડિયાળ નકારાત્મકતા લાવે છે. તેથી જ ખરાબ ઘડિયાળને નવા વર્ષ આવતા પેહલા ઘરમાંથી બહાર કાઢી દેવી જોઈએ.
તૂટેલા ચપ્પલ અને બુટ: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચપ્પલ નો સીધો સંબંધ શનિદેવ થી હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા ચપ્પલ રાખવા અશુભ માનવામાં આવે છે. આ વસ્તુ ઘરમાં કંગાળી અને દરિદ્રતા લાવે છે. તેથી જ નવા વર્ષમાં માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ વસ્તુઓને ઘરની બહાર નીકળી દો.