આ સમયે શુક્ર, બુધ અને સૂર્ય ગ્રહ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે. શુક્ર, બુધ અને સૂર્ય ને જ્યોતિષ શાસ્ત્ર માં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શુક્ર, બુધ અને સૂર્ય શુભ હોવાથી વ્યક્તિના જીવનમાં ભાગ્યોદય થાય છે. જ્યોતિષ ગણના અનુસાર શુક્ર, બુધ અને સૂર્ય અમુક રાશિઓ પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે. આ રાશિઓ માટે આવનારા કેટલાક દિવસો વરદાન સમાન હશે. તો ચાલો જાણીએ શુક્ર, બુધ અને સૂર્ય કઈ કઈ રાશિઓ પર મહેરબાન છે. આ ત્રણેય ગ્રહો એકસાથે મંગળની રાશિ અને શનિના અનુરાધા નક્ષત્રમાં છે. તેની સામે જ વૃષભ રાશિમાં મંગળ છે. જે પોતાના જ નક્ષત્ર મૃગશીરામાં છે.
બુધાદિત્ય યોગને લીધે ઉન્નતિ મળશે:
સૂર્ય અને બુધ એક જ રાશિમાં હોવાથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. આ બે ગ્રહોના પ્રભાવથી મોટી રાજનૈતિક યોજનાઓ બનશે. રાજનૈતિક પ્રભાવના કારણે કામ પણ થશે અને તેનો ફાયદો પણ લોકોને મળશે. બુધાદિત્ય યોગના લીધે જોબની તકો પણ ઉભી થશે. નવી યોજનાઓ પણ બનશે તેની સાથે આર્થિક લાભ પણ થશે. લોકોની આવકમાં વધારો થશે. રાશીઓના જાતકોને શુભ યોગના લીધે ફાયદો પણ થશે.
મંગળ ગ્રહણ કારણે આપત્તિઓની શંકા:
મંગળ ગ્રહના પોતના જ નક્ષત્ર હોવાથી સેના નાયક, રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે શુભ યોગ બની રહ્યો છે. મંગળ ગ્રહણ લીધે પ્રાકૃતિક બીમારીઓ અને મુશ્કેલીઓ પણ આવી શકે છે. લાલ કલરની વસ્તુઓના ભાવમાં વધારો થશે. પોતના કામ પૂર્ણ થાય તે માટે લોકો ભાગદોડ કરશે અને ચિંતા અનુભવશે. આરોપ અને પ્રત્યારોપ પણ વધશે. રાજનીતિ ક્ષેત્રમાં વાદ વિવાદ માં વધારો થશે. સંક્રમણ પણ વધવાની શક્યતાઓ છે.
12 રાશિના જાતકો પર શુભ અસર:
આ ગ્રહોની સ્થિતની શુભ અસર મકર રાશિ, કુંભ રાશિ અને કર્ક રાશિના લોકો પર પડશે. આ ત્રણ રાશિના જાતકો માટે સમય ખૂબ સારો સાબિત થશે. લોકોના સ્વાસ્થ્ય માં સુધારો થવાની પણ શક્યતાઓ છે. મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક રાશિ, ધન રાશિ અને મીન રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. નોકરી કરતા લોકો માટે ઉન્નતિના યોગ છે. આર્થિક લાભના પણ યોગ છે.