જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરૂ બૃહસ્પતિ વિશેષ સ્થાન ધરાવે છે. દરેક ગ્રહોમાં બૃહસ્પતિને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિ ગ્રહમાં માન સમ્માન, વિવાહ, ભાગ્ય, અધ્યાત્મ, સંતાનનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરૂ ગ્રહના પુત્ર, પત્ની, ધન, શિક્ષા અને વૈભવના કારક ગ્રહ પણ માનવામાં આવે છે. દર મહિને એક યા બીજા ગ્રહ રાશિ પરિવર્તન કરે છે, તેથી ગ્રહોના ફેરફારોની અસર દરેક રાશિ પર જોવા મળે છે. આવી સ્થિતિમાં ગ્રહોના આ પરિવર્તનની કેટલીક રાશિઓ પર શુભ અસર થાય છે, તો કેટલીક રાશિઓ પર અશુભ અસર પણ થાય છે.
આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે: ગુરુ ગ્રહના માર્ગી થવાથી થશે જોરદાર લાભ. જો તમે ધન સંબંધી સમસ્યાઓથી પસાર થઇ રહ્યા છો, તો ગુરૂવારે વહેલી સવારે સ્નાન તથા ધ્યાન વગેરે કર્યા પછી કેળાના ઝાડમાં ગોળ અને પલાળેલી ચણાની દાળનો ભોગ બનાવો. તેની સાથે જ ચોખ્ખા ધીનો દીવો પ્રગટાવો અને લોટની લોઇમાં ચણાની દાળ, ગોળ અને હળદરનો પાવડર ખવડાવો. જીવનની બધી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળી જશે.
સુખ સમૃદ્ધિ ના વિકાસ માટે: ગુર ગ્રહના માર્ગી થવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઇચ્છો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અવશ્ય કરો. તમે તેની સાથે જ હળદરની ગાંઠને પીળા રંગના દોરામાં બાંધો અને તમારા સીધા હાથની બાવડા પર બાંધી લો. ત્યારબાદ રાત્રે સૂતી વખતે ઓશિકા પર પાણી અને વરિયાળી રાખીને સૂઈ જાઓ. તેનાથી તમારા જીવનમાં અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ નો વાસ થશે.
ગુરુ ગ્રહના શુભ પ્રભાવો માટે: કુંડળીમાં ગુરૂ ગ્રહના શુભ પ્રભાવો માટે 27 ગુરૂવાર સુધી તમારા કપાળ પર કેસરનું તિલક કરો અને મંત્રો જાપ કરો. સાથે સાથે પીળા રંગના કપડાંમાં કેસની પડીકી બાંધી લો અને હંમેશા પોતાની સાથે રાખો. જે જાતકોના કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો છે તો ગુરૂ ગ્રહને બળવાન બનાવવા માટે તમારા ઘરમાં સૂરજમુખી નો છોડ લગાવો.
મંત્ર નો જાપ કરો: જે જાતકોની કુંડળીમાં ગુરૂની સ્થિતિ નબળી છે, તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા બાદ ગુરૂ મંત્ર “ॐ बृं बृहस्पतये नमः” મંત્રનો જાપ કરો. આ સાથે કોઇ મંદિરમાં જઇને નિશુલ્ક સેવા કરો. તેનાથી કુંડળીમાં ગુરૂની સ્થિતિ મજબૂત થાય છે અને જીવનમાં રહેલા દોષો દૂર થશે.
જીવનની તમામ બાધાઓ થશે દૂર: જો તમારા જીવનમાં સમસ્યા અને વિઘ્નો આવી રહ્યા છે તો તેનાથી છુટકારો મેળવવા માટે ગુરૂવારના દિવસે પૂજા કરો. ગુરૂવારે દેવને ગંધ, પીળા ફૂલ, પીળા પકવાન, પીળા વસ્ત્રો, વગેરે અર્પિત કરો. એટલું જ નહી, પૂજા માટે પીળા રંગના વસ્ત્રો ધારણ કરો. તેનાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આમ કરવાથી જાતકોના જીવનમાં રહેલી તમામ બાધાઓ દૂર થશે.