જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. શનિદેવ કર્મ આધારે ફળ આપતા હોવાના કારણે તે દરેક વ્યક્તિને તેના કર્મના આધારે ફળ આપે છે. શનિદેવના રાશિ પરિવર્તન કરતાં જ અનેક રાશિના જાતકોએ શનિની સાડાસાતી અને પનોતીમાંથી મુક્તિ મળે છે, તો ઘણા રાશિના જાતકોને અશુભ પ્રભાવોનો સામનો કરવો પડે છે. શનિ આગામી વર્ષે 17 જાન્યુઆરી 2023ના રોજ પોતાની સ્વરાશિ મકર રાશિમાંથી નીકળીને પોતાની સ્વરાશિ કુંભમાં પ્રવેશ કરશે. શનિ આશરે 30 વર્ષ બાદ પોતાની મૂળ રાશિ કુંભમાં ગોચર કરશે.
શનિદેવના કુંભ રાશિમાં ગોચર કરવાથી શશ મહાપુરુષ રાજયોગનો નિર્માણ થાય છે. જેના લીધે અમુક રાશીઓની કિસ્મત ખુલી જશે. તો ચાલો જાણીએ શનિદેવના કુંભ રાશિમાં ગોચર કરવાથી કઈ કઈ રાશિના જાતકો ને તેનો લાભ મળશે.
આ સમયે શનિ દેવ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. મકર રાશિમાં શની દેવે 29 એપ્રિલના રોજ પ્રવેશ કર્યો હતો. જેનાથી કેટલીક રાશીઓને ફાયદો થયો હતો અને કેટલીક રાશીઓને નુકશાન પણ થયું હતું. મકર રાશિમાંથી 17 જાન્યુઆરી 2023 માં શનિ દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે જેના લીધે વૃષભ રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ અને ધન રાશિ જેમને ભરપૂર લાભ થશે અને તેમના પર થી શનિ દેવની મહાદશા દૂર થશે. આ રાશિઓ પર શનિ દેવની કૃપા દ્રષ્ટિ વરસશે જેના લીધે તેમના જીવન પર સકારાત્મક ઊર્જા આવશે.
જ્યારે શનિદેવે મકર રાશિમાં પ્રવેશ કર્યો ત્યારે વૃષભ રાશિ, મિથુન, તુલા અને ધનું રાશિવાળા લોકો શનીદેવની સાડાસાતી નો ભોગ બન્યા હતા પરંતુ આવતા વર્ષે 17 જાન્યુઆરી ના દિવસે જ્યારે શનિ દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ રાશિના જાતકો પર તેમની સકારાત્મક દ્રષ્ટિ રહેશે જેના લીધે તેમના જીવનમાંથી મહાદશા દૂર થશે. વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની ઢૈય્યામાંથી મુક્તિ મળશે. સાથે જ ધનુ રાશિના જાતકોને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે. જે બાદ આ રાશિના જાતકોની પ્રગતિ શક્ય છે. કાર્યોમાં સફળતા હાંસેલ થશે.પરંતુ કેટલીક રાશિઓ પર આની ખરાબ અસર પણ થશે.