જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને મકર રાશિનો સ્વામી બતાવવામાં આવ્યો છે. વિજ્યારે કોઈ ગ્રહ પોતાની જ રાશિમાં બિરાજમાન હોય તો તેને શુભ માનવામાં આવે છે. તેથી કહી શકાય કે શનિવારના દિવસે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શુભ યોગ છે.
આ પાંચ રાશીઓને જરૂર કરવી જોઈએ શનિદેવની પૂજા:
આ પાંચ રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા છે. આ પાંચ રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢેય્યા ચાલી રહી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનું રાશિ, મકર રાશિ, કુંભ રાશિ પર શનિની સાડાસાતી અને મિથુન રાશિ અને તુલ રાશિ પર ઢેય્યા ચાલી રહી છે.
શનિદેવને ખુશ કરવાના ઉપાય:
જ્યોતિષશાસ્ત્ર અનુસાર દર શનિવારે મહારાજ દશરથ સ્ત્રોતનો 11 વાર પાઠ કરવો જોઈએ. એવી માન્યતા છે કે આમ કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
શનિદેવથી જોડાયેલી દરેક વસુઓનું દાન કરવું જોઈએ, જેથી શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહે.
શાસ્ત્રો અનુસાર શનિવારના રોજ હનુમાનજીના મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને શનિદેવને પ્રસન્ન કરવા માટે પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવો અને ” ૐ શં અભ્યસ્તાય નમઃ” મંત્ર નો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.
દર શનિવારે બ્રહ્મચર્ય મુહરતમાં પીપળાના વૃક્ષને સાચા મનથી જળ અર્પણ કરો અને પીપળાના વૃક્ષની ફરતે સાત પરિક્રમા કરો અને તેમના મંત્રોનો જાપ કરો.
શનિવારના દિવસે તમે કાળા વસ્ત્રોનું દાન કરો અથવાતો કોઈ ગરીબ કે વિકલાંગ ને પૈસા અથવા કોઈ વસ્તુ દાન કરીને મદદ કરો, આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને તમારા બગડેલા કામ પાર પડશે.