વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ 5 ડિસેમ્બર 2022 ના રોજ પોતની રાશિ બદલી રહ્યો છે. શુક્ર સંક્રમણ કરશે અને ધન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહને ધન, સમૃદ્ધિ, વૈભવ, પ્રેમ અને સુંદરતાનો કારક માનવામાં આવે છે. ધન રાશિમાં શુક્રનું ગોચર 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. શુક્રની કૃપાથી આ લોકોની આવકમાં વધારો થશે, જીવનમાં સુખ અને વિલાસમાં વધારો થશે. પ્રેમ અને વિવાહિત જીવન સારું રહેશે.
મેષ રાશિઃ મેષ રાશિના લોકો માટે શુક્રનું ગોચર શુભ રહેશે. તે તેમની કારકિર્દીમાં મોટો ફાયદો કરી શકે છે. પ્રમોશન મળવાની પૂરેપૂરી શક્યતા છે. આ સિવાય તમારા કામના વખાણ તમારો ઉત્સાહ બમણો કરશે.
કન્યા રાશિઃ શુક્રની સ્થિતિમાં પરિવર્તન કન્યા રાશિના લોકોને ઘણી ખુશીઓ આપશે. તેમને તેમના કાર્યોમાં સફળતા મળશે. જીવનમાં સુખ અને સુવિધાઓ વધશે. તમે ઘરની કાર ખરીદી શકો છો. કપલ વચ્ચે પ્રેમ વધશે.
વૃશ્ચિક રાશિઃ શુક્રના આ પરિવર્તનને કારણે વૃશ્ચિક રાશિના લોકો માટે ઘણી ખુશીઓ આવવાની છે. ભાગ્યનો પૂરો સાથ મળશે. પ્રવાસ પર જવું પડી શકે છે. આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. રોકાણથી તમને લાભ મળી શકે છે. પ્રતિષ્ઠામાં વધારો થશે.
ધન રાશિઃ શુક્ર નું રાશિ પરિવર્તન ધનુ રાશિના લોકો માટે પણ સાનુકૂળ રહેશે. વેપાર માં લાભ થશે. કરિયર માટે પણ આ સમય સારો રહેશે. આવકમાં વધારો થશે. જીવનમાં સુખ અને સુવિધાઓ વધશે. લવ લાઈફ, દાંપત્ય જીવન માટે સમય સારો છે.
મીન રાશિઃ શુક્રનું પરિવર્તન મીન રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. નોકરીયાત લોકોની આવકમાં વધારો થઈ શકે છે. બિઝનેસમેન કોઈ મોટી ડીલ પર હસ્તાક્ષર કરી શકે છે. વાહન સુખમાં વધારો થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ વધુ સારા રહેશે. તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.