સૂર્યપુત્ર શનિદેવથી લોકો ખૂબ ડરે છે. શનિનું નામ આવતાની સાથે જ સૌને અનિષ્ટ થવાનો જ વિચાર આવે છે, તેથી લોકો શનિ દેવના નામથી ગભરાય છે. જોકે ધીમી ગતિએ ચાલતા શનિ ખૂબ દાર્શનિક અને આધ્યાત્મિક વૃત્તિના ભગવાન છે. શનિ દેવ શત્રુ નહિ પરંતુ મિત્ર ગ્રહ છે. કારણકે તેઓ કર્મના હિસાબે ફળ આપે છે. આ કારણે તેમને ન્યાયાધિશનો દરજ્જો પણ પ્રાપ્ત થાય છે. શનિદેવ કૃપા કરવાના હોય ત્યારે તમને કેટલાક સંકેતો આપે છે. પણ આપણે તે સંકેતો સમજી શકતા નથી. શનિવારની સવારે અમુક વસ્તુઓ પર નજર પડે તો શનિદેવની કૃપા થશે તેવું માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ 5 સંકેતો વિશે.
કાળા કૂતરા: કાળા કૂતરાને શનિદેવનું વાહન માનવામાં આવે છે. શનિવારના દિવસે ઘરની બહાર નીકળતી વખતે જો તમને કાળો કૂતરો દેખાઈ જાય તો સમજી લેવું કે તમારું કામ પૂર્ણ કરવામાં શનિદેવ તમારી સહાયતા કરશે. કાળા કૂતરાને ઘી લગાડેલી રોટલી ખવડાવવી જોઈએ.
ભિક્ષુક: જો શનિવારની સવારે કોઈ ભિક્ષુક કે નિર્ધન વ્યક્તિ તમારા દરવાજાની સામે કે તમારી સામે આવી જાય તો આ ખૂબ જ શુભ સંકેત ગણી શકાય. પણ જો તમે એમને ઝઘડીને ભગાડી દીધા તો સમજી લેવું કે શનિદેવનો પ્રકોપ થવાનો છે.
કાળી ગાય: શનિવારના દિવસે જો તમે કોઈ શુભ કાર્ય માટે ઘરે થી નીકળો છો અને તમને કાળી ગાયના દર્શન થાય છે, તો સમજી લેવું કે તમારું કામ અવશ્ય પૂર્ણ થશે. એવું કહેવાય છે કે શનિવારના દિવસે કાળી ગાયની પૂજા કરવાથી લાભ થાય છે અને તેનાથી જીવનની બધી જ સમસ્યાઓ દૂર થાય છે.
સફાઈ કર્મચારી: શનિવારની સવારે જો સફાઈ કર્મચારી દેખાય જાય અથવા તો કોઈને ઝાડુ મારતા જોઈ લો તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. એમને તરત જ કપડાં કે થોડા પૈસા ચોક્કસ આપી દેવા જોઈએ. આ એ વાતનો સંકેત છે કે, તમે જે કામ માટે ઘરેથી બહાર નીકળ્યા છો તે અવશ્ય પૂરું થશે.
કાળો કાગળો: શનિવારના દિવસે જો કાળો કાગળો તમારા ઘરના આંગણે આવીને પાણી પીવે છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કાળા કાગળા ને પાણી પીતો જોવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.