જ્યોતિષ શાસ્ત્ર માં દરેક ગ્રહનો રાશિનું પરિવર્તનો સમય બતાવવામાં આવ્યો છે. આ ગ્રહોની બદલી ચાલ અને રાશિ ગોચરનો બધા 12 રાશિઓ વાળાની જિંદગી પર મોટી અસર પડે છે. વિલાસિતા, સુખ, ધન અને વૈભવ આપવા વાળા ગ્રહ શુક્ર રાશિ પરિવર્તન કરીને પોતાની રાશિ મકર માં સૌપ્રથમ પ્રવેશ કરવા જઈ રહ્યા છે, ત્યાર બાદ તે ધન રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીયે એ કઈ રાશિઓ છે જેની પર માં લક્ષ્મી મહેરબાન થવાના છે.
શુક્ર ગ્રહ ડિસેમ્બરમાં બે વાર ગોચર કરવા જઈ રહ્યો છ. સૌપ્રથમ શુક્ર મકર રાશિમાં ગોચર કરશે અને પછી તે ધન રાશિમાં ગોચર કરશે. શુક્ર બેવાર ગોચર કરવાથી કેટલીક રાશિઓને ઘણો ફાયદો થઇ શકે છે. તો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ છે, જેને શુક્ર ગોચરનો લાભ મળશે.
ધન રાશિઃ શુક્ર નું રાશિ પરિવર્તન ધન રાશિ વાળા માટે ખુબજ શુભદાયી સાબિત થશે. આવકમાં તગડો વધારો થઇ શકે છે. ધન લાભ થવાથી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. મીડિયા ગ્લેમર, ફેશન ડિઝાઈનિંગ થી જોડાયેલા જાતકોને વિશેષ લાભ થશે. એમને મોટી સફળતા મળી શકે છે. નિવેશથી લાભ થશે. આમાં ભાગ્યનો પૂરો સાથ મળશે.
કુંભ રાશિ: ડિસેમ્બર મહિનામાં શુક્ર દેવના ગોચર કરવાથી કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે. શુક્ર દેવ કુંભ રાશિના 11માં ભાવમાં ગોચર કરશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. તમારી આવકમાં વધારો થશે. પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે. બિઝનેસમાં પણ ઘણો ફાયદો થશે. ઘરમાં શુભ ઊર્જાનો વાસ થશે.
વૃશ્ચિક રાશિ: શુક્ર ગ્રહનું પરિવર્તન વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. શુક્ર ગ્રહના રાશિ પરિવર્તન ના લીધે આ રાશિના લોકોને કરિયર અને વ્યાપરમાં સારો લાભ થશે. શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિના દશમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે જેને કાર્યક્ષેત્ર અને નોકરીનો ભાવ કહેવાય છે. પ્રોપર્ટી સબંધિત કોઈ કામ હશે તો તે પૂર્ણ થશે. વિવાહિત લોકો પોતાનું જીવન સુખ અને આનંદથી પસાર કરશે. પ્રેમ સંબંધો મજબૂત થશે.
સિંહ રાશિ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. સિંહ રાશિમાં શુક્ર ગ્રહ પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. તેથી બાળક તરફથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ધાર્મિક કાર્યોનું આયોજન થશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે.