હિંદુ શાસ્ત્રમાં શનિવારનો દિવસ શની ભગવાનને સમર્પિત કરવામાં આવ્યો છે. આથી શનિવારે હનુમાન મંદિર તેમજ શનિ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામેલી જોવા મળે છે. જો કે જરૂરી નથી કે તમે શનિ દેવને મંદિરે દર્શન કરીને જ પ્રસન્ન કરો શનિદેવની કૃપા આ જ્યોતિષ શાસ્ત્રના ઉપાયથી પણ પ્રાપ્ત કરી શકાય છે. તેના માટે અનેક પ્રયત્નો કરવાની પણ જરૂર નથી. તમારે શનિવારે માત્ર એક કામ કરવાનું છે જે એકદમ જ સરળ છે.
આપને જણાવી દઈએ કે શનિદેવને બ્લુ રંગનું ફુલ અત્યંત પ્રિય છે. શનિવારે ઘરેથી બહાર નીકળો ત્યારે આવું એક ફુલ પર્સમાં રાખી દેવું જોઈએ. આમ કરવાથી દરેક કામમાં સફળતા મળશે. આ સાથેજ કોઈ પણ નવા કાર્યની શરૂઆત વિના વિઘ્ન પૂરી થાય છે. શનિવારે તલનું દાન દુ:ખ દુર્ભાગ્ય દૂર કરે છે. પરંતુ જો તમે દાન કરી શકવા સક્ષમ ન હોય તો થોડા કાળા તલ પર્સમાં રાખવા.
કાળી અડદની દાળનું દાન પણ શારીરિક વિકારોને દૂર કરી શકે છે. શનિવારે પર્સમાં સાત અડદના દાણા પણ રાખી શકાય છે. આમ કરવાથી શારીરિક વિકારો દુર થાય છે અને આખો દિવસ મન પ્રફુલ્લિત રહે છે. આ સાથેજ શનિવારના દિવસે ભોજનમાં અડદની દાળ ખાવી ખુબજ શુભ માનવામાં આવે છે. કારણ કે એવું કહેવામાં આવે છે કે અડદની દાળ ખાવાથી સ્વાસ્થ્ય સબંધિત બીમારીઓ દુર થાય છે.
શનિવાર સુખરૂપ પસાર થાય તે માટે કાળા કપડાં પહેરવા જોઈએ. જો કાળા કપડા ન પહેરવા હોય તો સાથે કાળો રૂમાલ પણ રાખી શકાય છે. શનિવારે કાળા કપડા પહેરવાથી શનિદેવની કૃપા તમારા પર વરસે છે. શનિવારે કાજળનું દાન કરવાથી આંખનું તેજ વધે છે. તેથી શનિવારે આંખમાં કાજલ અવશ્ય આંજવું. શનિવારે આંખોમાં કાજલ લગાવવું શુભ માનવામાં આવે છે.