ભારત દેશની અંદર અનેક પ્રાચિનતમ અને ચમત્કારિક મંદિરો આવેલા છે. તેમજ આ તમામ મંદિરો પોતાની સાથે એક ઐતહાસિક કહાની ધરાવે છે. આ મંદિરો પાછળ ખાસ વિશેષતાઓ રહેલ હોય છે જેના કારણે દુર દુરથી ભક્તો આ મંદિરોમાં દર્શન કરવા માટે આવે છે.
વારાણસીના ખોજવા મોહલ્લામાં દક્ષિણ ભારતીય દેવીનું એક મંદિર છે જેને સબરીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ મંદિર ૧૦ હજાર વર્ષથી પણ પ્રાચીન છે. ભક્ત એમને બાબા વિશ્વનાથવી મોટી બહેન પણ કહે છે.
આ મંદિરના પુજારીએ જણાવ્યું કે દક્ષિણ ભારતથી કોડિયા દેવી કાશી ભ્રમણ દરમિયાન છુદરોંની બસ્તીમાં ભ્રમણ કરવા ગયા જ્યાં તેમને છુદરોંનું અપમાન કર્યું. છુદરોંના અડી જવા પર ઘણા દિવસો સુધી એમને ખાવાનો ત્યાગ કર્યો હતો અને સાધના પર બેસી ગયા હતા.
જેની પર માં અન્નપૂર્ણાએ દર્શન આપ્યા અને એમને એ જ જગ્યા પર કોડી દેવાની રૂપમાં બિરાજમાન કરી દીધા. શ્રદ્ધાળુ મંદિરમાં પ્રસાદના રૂપમાં ૫ કોડીઓ દાન કરીને પૂજન કરે છે. એમાંથી એક કોડી પોતાના ખજાનાંમાં લઇ જઇને રાખે છે.
મા અન્નપૂર્ણાએ એમને કહ્યું કે કોડી જેને કોઇ માનતું નથી તને એ જ રૂપમાં પૂંજવામાં આવશે અને દરેક યુગમાં તારી પૂજા કરનાર ભક્ત ધનવાન થશે. ત્યારથી અહીંયા કોડી દેવીની પૂજા થવા લાગી. માન્યતા છે કે એનાથી ધનનો ભંડારો હંમેશા ભર્યો રહે છે.
એ કારણથી અહીંયા દૂર દૂરથી ભક્તો આવે છે. મા કોડિયાના કાશી આવવાના વિવરણ પુરાણોમાં પણ મળે છે. માં કાશી વિશ્વનાથની માનસ બહેન પણ કહેવાય છે. એમને કોડી ચઢાવ્યા વગર કાશી દર્શન પૂરાં થયાનું માનવામાં આવતું નથી.
કહેવામાં આવે છે કે દ્વાપર યુગમાં વનવાસના સમયે ભગવાન રામને સબરીનો એંઠા બોર ખવડાવ્યા હતા. બાદમાં જ્યારે સબરીને પોતાની ભૂલનો અહેસાસ થયોતો એમને ભગવાન રામને સત્ય જણાવ્યું અને શ્રીરામે એમને માફ કરી દીધા.
ભગવાને એમને વરદાન આપ્યું કે કલયુગમાં તારી પૂજા થશે અને ભોગ પ્રસાદમાં કોડિ ચઢશે તુ શિવની રાજધાની કાશીમાં જઇને રહે ત્યાં છૂતઅછૂતથી મુક્તિ મળશે.