જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક ગ્રહ અને નક્ષત્રની ચાલનો પ્રભાવ વ્યક્તિના જીવન પર સાફ જોવા મળે છે. દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પછી તેના સ્થાનમાં પરિવર્તન કરે છે. શનિદેવને જ્યોતિષમાં ન્યાયના દેવતા તરીકે જોવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર સારું કે ખરાબ ફળ આપે છે. બધા ગ્રહોમાં શનિની ગતિ સૌથી ધીમી છે.
એક રાશિથી બીજી રાશિ જવા માટે અઢી વર્ષનો સમય લાગે છે. બીજી તરફ, શનિદેવને એક રાશિ પૂર્ણ કરવામાં 30 વર્ષ લાગે છે. વર્ષ 2023 ની શરૂઆતમાં શનિ ગ્રહ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. શનિદેવ 17 જાન્યુઆરી, 2023 ના રોજ શનિ પોતાની રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તેથી કેટલીક રાશિઓ માટે શનિની મહાદશા સમાપ્ત થશે તો કેટલીક રાશીઓને તેમના પ્રકોપમાંથી મુક્તિ મળી જશે.
ધન રાશિ: ધન રાશિમાં શનિદેવ ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ રાશિના લોકો પર છેલ્લા સાડા સાત વર્ષથી શનિની સાડાસાતી ચાલી હતી. તેમાંથી તેમને માનસિક અને શારીરિક તણાવમાંથી મુક્તિ મળશે. ધન લાભ થશે. જીવનમાં આવનારી ઘણી સમસ્યાઓથી છુટકારો મળશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. નોકરીમાં પણ પ્રમોશનની શક્યતાઓ રહેલી છે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થશે.
તુલા રાશિ: તુલા રાશિમાં શનિદેવ પાંચમાં ભાવમાં ગોચર કરી રહ્યા છે. તુલા રાશિના જાતકોને શનિની નાની પનોતીથી મુક્તિ મળશે. લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો, તેમાં હવે સફળતા મળશે. પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે. નોકરી અને વ્યવસાયમાં પણ અપાર સફળતા મળશે. શનિદેવની પનોતી માંથી છુટકારો મળશે.
મિથુન રાશિ: મિથુન રાશિમાં શનિદેવ ભાગ્યના સ્થાનમાં ગોચર કરશે. વર્ષ 2020 થી મિથુન રાશિના જાતકો માટે શનિની નાની પનોતી ચાલી રહી છે તેઆ ગોચરથી છૂટકારો મેળવશે. કુંભ રાશિમાં શનિનું ગોચર મિથુન રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દે શે. વેપાર અને નોકરીમાં અપાર સફળતા પ્રાપ્ત કરી શકશે. પરિવારની અંદર ચાલી રહેલા અણબનાવો પણ દૂર થશે. આ સમયગાળા દરમિયાન તમે લાંબા સમયથી ચાલતી બીમારીથી પણ રાહત અવશ્ય મળશે. રોકાણ કરવામાં ફાયદો થશે. અટકેલા બધા કામ પુરા થશે.
વૃષભ રાશિ: વૃષભ રાશિના દસમાં ભાવમાં શનિનું ગોચર થવા જઈ રહ્યું છે. આ સાથે જ વૃષભ રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થશે. તમામ પનોતીમાંથી મુક્તિ મળશે. વૃષભ રાશિની કુંડળીમાં ભાગ્ય સ્થાન પર શનિની અસર પડી રહી છે. પરંતુ જાન્યુઆરીમાં કુંભ રાશિમાં ગોચરના કારણે શનિદેવનો પ્રકોપ સમાપ્ત થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધારો.