ગ્રહોનો રાજકુમાર અને બુદ્ધિનો પ્રદાતા બુધ ડિસેમ્બરમાં બે વાર રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. ખરેખર, બુધ બુદ્ધી અને શક્તિનુ પ્રતિક માનવામાં આવે છે. બુધનો આ ગોચર તત્વજ્ઞાનીઓ, સલાહકારો અને શિક્ષકો માટે ફળદાયી સિદ્ધ રહેશે.
તો આવો જાણીએ કે આ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થવાનો છે. ડિસેમ્બર મહીનામાં કર્ક સાથે અનેક રાશીઓના જીવનમાં ફેરફાર થશે. સૂર્યદેવ અને બુધ એકસાથે ધન રાશિમાં સાથે મળશે. 16 ડિસેમ્બરના રોજ સૂર્યદેવ ધન રાશિમાં અને ત્યારપછી વક્રી બુધ ધન રાશિમાં 31 ડિસેમ્બરના રોજ પ્રવેશ કરશે. બને ગ્રહો થોડા જ સમય માટે ધન રાશિમાં મળશે, પરંતુ તેનાથી અમુક રાશીઓને તેનો ઘણો ફાયદો થશે. તો ચાલો આપણે જાણીએ તે રાશિઓ વિશે.
કર્ક રાશિઃ કર્ક રાશિના વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સારો લાભ મળશે. આરોગ્યમાં આ સમયે લિવરની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ ગોચરથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કાર્યક્ષેત્રમાં ઊંચુ પદ પ્રાપ્ત થશે. દામ્પત્ય જીવન સુખમયી થશે. પિતાની સંપત્તિમાં લાભ મળી શકે છે.
કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકો જે કંપની માં કામ કરે છે તેમને ફાયદો થશે. બુધનો આ ગોચર તમારા ઘરમાં ખુશી લઇને આવશે. પરિવારની સાથે સંબંધ મજબૂત થશે અને તેનો સહયોગ પણ પ્રાપ્ત થશે. વાહન ખરીદવાના યોગ બની રહ્યાં છે. વેપારમાં સારા અને લાભદાયી કરાર કરવામાં સફળ થશો. વ્યવસાયમાં વધારો થશે.
તુલા રાશિઃ બુધના કારણે તમારા માટે સમય પક્ષનો રહેશે. કાર્યોમાં સફળતા મળશે. શુભ સમાચાર મળી શકે છે. નોકરીમાં લાભ થઈ શકે છે. સંતાન સુખ મેળવવામાં પણ તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમને તમારા સાસરિયા પક્ષ તરફથી શક્ય તમામ મદદ મળતી રહેશે.
ધન રાશિઃ બુધ રાશિના વક્રી થવાને લીધે ધન રાશિના લોકોને સારા સમાચાર મળશે. આ સમય દરમિયાન તમને ઘણી સંપત્તિ મળશે, પરંતુ જો તમે કોઈને ખોટું વચન આપ્યું છે, તો અચાનક ખર્ચ પણ વધી શકે છે. સમજી-વિચારીને વ્યૂહરચના બનાવીને કરવામાં આવેલું કામ ચોક્કસ સારા પરિણામ આપશે.