આજે વહેલી સવારે ગુરુ ગ્રહ મીન રાશિમાં માર્ગી થયા.કન્યા સહિત 6 જાતકોને મળશે લાભ, આ જાતકોની વધશે ચિંતા….

જ્યોતિષશાસ્ત્ર

જો તમે ગુજરાતી છો તો આ ગ્રુપને જોઈન કરો

જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરૂ બૃહસ્પતિ વિશેષ સ્થાન ધરાવે છે. દરેક ગ્રહોમાં બૃહસ્પતિને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિ ગ્રહમાં માન સમ્માન, વિવાહ, ભાગ્ય, અધ્યાત્મ, સંતાનનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરૂ ગ્રહના પુત્ર, પત્ની, ધન, શિક્ષા અને વૈભવના કારક ગ્રહ પણ માનવામાં આવે છે. દર મહિને એક યા બીજા ગ્રહ રાશિ પરિવર્તન કરે છે, તેથી ગ્રહોના ફેરફારોની અસર દરેક રાશિ પર જોવા મળે છે. આવી સ્થિતિમાં ગ્રહોના આ પરિવર્તનની કેટલીક રાશિઓ પર શુભ અસર થાય છે, તો કેટલીક રાશિઓ પર અશુભ અસર પણ થાય છે.

દેવગુરુ બૃહસ્પતિ મીન રાશિમાં માર્ગી થઈ ગયો છે. જ્યોતિષ મત પ્રમાણે આ ગ્રહ 24 નવેમ્બર 2022ના રોજ એટલે આજે સવારે લગભગ 04.36 કલાકે મીન રાશિમાં માર્ગી થયો. ગુરુનું રાશિ પરિવર્તન થશે, માર્ગી થવું અથવા અસ્ત થવું દરેક માનવ જીવન ઉપર પ્રભાવ કરી શકે છે.

મેષ રાશિ: ગુરુ ગ્રહ મેષ રાશિના બારમા ભાવમાં માર્ગી થશે. આવકમાં વધારો થશે. તીર્થ યાત્રાનો યોગ બની રહ્યો છે. નોકરીમાં કામ વધારે રહેશે. વ્યવસાયમાં લાભ થશે. વેપારીઓને ધંધો મંદ રહે તેવી શક્યતા છે.

વૃષભ રાશિ: ગુરુ તમારી રાશિના અગિયારમાં ભાવમાં માર્ગી થવાથી તમને સારા પરિણામ મળશે. આર્થિક રીતે તમે મજબૂત થશો અને કોઈ ધાર્મિક યાત્રાએ જવાનો પણ યોગ બની શકે છે. અચાનક ધનલાભની સ્થિતિ બની શકે છે. મોટા ભાઈ-બહેનોનો સહયોગ મળશે.

મિથુન રાશિ: તમારી રાશિના દસમા ભાવમાં ગુરુ માર્ગી થશે.આ સમયગાળા દરમિયાન વિચાર્યા વિના કોઈપણ કામ કરવું નહીં. કોઈ જાણકારની સલાહ લઈને કામ કરશો તો નુકસાન થવાની શક્યતા ઓછી રહેશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.

કર્ક રાશિ: ગુરુ તમારી રાશિના નવમા ભાવમાં માર્ગી થશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. નોકરિયાત લોકોને અધિકારીઓનો સહયોગ મળશે. કરિયરમાં સફળતા મળશે. આર્થિક રીતે તમે મજબૂત બનશો. જીવનસાથી સાથે તમારા સંબંધ મધુર અને સુખમય રહેશે.

સિંહ રાશિ: તમારી રાશિના આઠમા ભાવમાં ગુરુ માર્ગી થશે. વેપારીઓએ સાવધાન રહીને આગળ વધવું. અહંકાર છોડીને જીવનસાથીનો સહયોગ કરવો અને તેમને સમજવા. ઓફિસમાં કામનું પ્રેશર વધારે રહેશે. લાઇફ પાર્ટનર સાથે થોડી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

કન્યા રાશિ: તમારી રાશિના સાતમા ભાવમાં ગુરુ ગ્રહનું માર્ગી થવું તમારા માટે અનુકૂળ સિદ્ધ થશે. નોકરીમાં ઉન્નતિ થશે. વેપારમાં લાભ થશે. આર્થિક રીતે ધનની આવક જળવાયેલી રહેશે અને ધનની બચત પણ શક્ય રહેશે. જીવનસાથી સાથે સમય વિતશે.

તુલા રાશિ: તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગુરુ માર્ગી થઈ રહ્યો છે. વેપારીઓને પાર્ટનરશિપના વેપારમાં સમસ્યા ઊભી થશે. વેપારના વિસ્તારની યોજના સમજી વિચારીને કરો. ખર્ચાઓ ઉપર કાપ મુકવો. જીવનસાથી સાથે સંબંધ સુધરશે.

વૃશ્ચિક રાશિ: તમારી રાશિના પાચમાં ભાવમાં ગુરુનું ગોચર સુખકારી છે. નોકરીમાં પ્રોત્સાહન, આવકમાં વધારો, પ્રમોશન કે અન્ય લાભ થઈ શકે છે. વેપારમાં સારો નફો પ્રાપ્ત કરી શકો છો. ગુરુ માર્ગી થઈને નવા સંબંધની વાત પાક્કી પણ કરી શકે છે.

ધનું રાશિ: તમારી રાશિના ચોથા ભાવમાં ગુરુ માર્ગી થશે. જીવનસાથી સાથે તર્ક-વિતર્ક કે વિવાદમાં પડશો નહીં. ઓફિસમાં થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ખર્ચમાં પણ વધારો થઈ શકે છે.

મકર રાશિ: તમારી રાશિના ત્રીજા ભાવમાં ગુરુ માર્ગી થશે. પોઝિટિવ રહો અને ખરાબ વિચારોથી દૂર રહો. કોઈપણ વ્યક્તિ સાથે દગાબાજી કરશો નહીં. નોકરીમાં ફેરફારની શક્યતાઓ છે. દબાવમાં આવીને નહીં, સમજી-વિચારીને જ નિર્ણય લો.

કુંભ રાશિ: તમારી રાશિના બીજા ભાવમાં ગુરુ માર્ગી થશે. જેના કારણે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. લોકો તમારી વાત સાંભળશે અને તેનો અમલ પણ કરશે. અચાનક ધનલાભ થશે. નાની યાત્રા શક્ય છે. નોકરીમાં નવી તક પ્રાપ્ત થશે. વેપારમાં નફો થશે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે.

મીન રાશિ: તમારી રાશિના લગ્ન ભાવમાં ગુરુનું માર્ગી થવું મિશ્રિત પરિણામ આપશે. કાર્યોમાં સફળતા મળશે. વાદ-વિવાદની સ્થિતિથી બચવાની કોશિશ કરો. ધનના મામલે લાભ થશે. ખર્ચમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આકરી મહેનત કરવાથી કાર્યોમાં સફળતા મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *