450 વર્ષ જૂના મંદિરમાં ગિરનાર પર બેસેલી મહાલક્ષ્મી માતાને સ્પર્શ કરો.બધી મનોકામના થશે પૂર્ણ.પૈસાની સમસ્યા થશે દૂર

Uncategorized

ગુજરાત ના જૂનાગઢ શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલું મહાલક્ષ્મી માતાજીનું અતિપૌરાણિક મંદિર આવેલું છે. હિન્દૂ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. માતા લક્ષ્મી જેના પર મહેરબાન હોઈ એના પર સદૈવ ધનની વર્ષા થતી હોય છે. વ્યક્તિ જોડે ધન હોય તો એ દરેક સુખોને ભોગવે છે અને પોતાના પરિવારને પણ ખુશ રાખે છે.

જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલું મહાલક્ષ્મી માતાજીનું મંદિર આશરે 450 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક હોવાનું કહેવાય રહ્યું છે. અહીં આવતાં ભાવિકો મહાલક્ષ્મી માતાજીને કમળ અર્પણ કરે છે, સાથોસાથ યથાશક્તિ ભેટ પણ અર્પણ કરીને સર્વેનું કલ્યાણ થાય તેવી મંગલ કામના કરે છે. માં લક્ષ્મી પોતાના ભકતોની મનોકામના પૂર્ણ પણ કરે છે.

રાજેન્દ્રભાઈ પંડિતના કહ્યા અનુસાર તેમના પિતાએ આશરે વર્ષ 1961 માં અહીં પૂજારી પદ સાંભળેલું. હાલ રાજેન્દ્રભાઈ પોતે પૂજારી તરીકે માતાજીની સેવા કરી રહ્યાં છે. દિવાળીના પંચ પર્વ એટલે કે ધન તેરસથી લઈને ભાઈબીજ  સુધીના તહેવારો ઉપર અહીં ભાવિકોની ભારે ભીડ જામે છે.

વહેલી સવારે મંદિર ખુલે, ત્યારથી લઈને રાત સુધીમાં હજ્જારો ભાવિકો માતાજી સમક્ષ શીશ નમાવી, મહાલક્ષ્મી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ મંદિરમાં મહાલક્ષ્મી માતાજી બાળ સ્વરૂપે દર્શન આપી રહ્યાં છે. માતા લક્ષ્મીના આઠ સ્વરૂપો પૈકીનું એક સ્વરૂપ એટલે કે, ગજ લક્ષ્મી સ્વરૂપ અહીં બિરાજમાન છે.

મહાલક્ષ્મી માતાજીના મંદિર પરિસરમાં આપણને દેવાધિદેવ મહાદેવના ત્રણ સ્વરૂપના દર્શન થાય છે, જેમાં બ્રહ્મેશ્વર મહાદેવ, તપેશ્વર મહાદેવ, પીપળેશ્વર મહાદેવના દર્શન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે. શિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન મહાદેવનું વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.

દિવાળીના તહેવારોમાં ધન તેરસ, કાળી ચૌદશ, દીપાવલી, બેસતું વર્ષ અને ભાઈબીજના દિવસે અહીં ભાવિકોનું ઘોડાપુર ઉમટે છે. દાણાપીઠ વિસ્તાર આમ તો મુખ્ય બજારનો વિસ્તાર હોવાથી, અહીંના સ્થાનિક વેપારીઓ મહાલક્ષ્મી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે.

દિવાળીના તહેવારે થતાં ચોપડા પૂજન પહેલાં તેઓ માતાજીને ચોપડા ધરાવવા તેમજ માતાજીના ચરણોમાં શીશ નમાવવા અચુકપણે આવે છે. દિવાળીના તહેવારોમાં માતાજીને મનોહર શૃંગાર કરવામાં આવે છે. બેસતાં વર્ષના દિવસે સંધ્યા સમયે માતાજીને પ્રિય અન્નકુટ ધરવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં સવારે 5.30 વાગ્યા થી રાત્રે 12 વાગ્યા સુધી માતાજીના દર્શન ખુલ્લાં રહે છે, જેમાં બપોરે 12.30 થી 5 વાગ્યા સુધી દર્શન બંધ રાખવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *