જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય દેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. 16 નવેમ્બર એટલે આજે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આજે વૃશ્ચિક સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવશે. દર વર્ષે આ પર્વ હિંદુ કેલેન્ડર પ્રમાણે કારતક કે માગશર મહિનામાં આવે છે. આ રાશિ પરિવર્તનમાં એટલે સંક્રાંતિ પર્વમાં સવારે જલ્દી જાગીને સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે
અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. પુરાણો પ્રમાણે દર મહિને આવતા સંક્રાંતિ પર્વમાં તીર્થ સ્નાન અને દાન સાથે જ સૂર્ય પૂજા કરવાથી ઉંમર વધે છે અને બીમારીઓ પણ દૂર થઈ જાય છે. વેદોમાં સૂર્યને પ્રત્યેક્ષ દેવતા કહેવામાં આવે છે. આ દિવસે દાન અને ઉપવાસ કરવાથી પુણ્ય ની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે.
સંક્રાંતિના દિવસે તીર્થ સ્નાન અને દાનનું ખાસ મહત્ત્વ હોય છે. એટલે આ દિવસે કપડાં, ખાનપાન અને જરૂરિયાતની સામગ્રીનું દાન કરવાની પરંપરા છે. વૃશ્ચિક સંક્રાંતિના દિવસે સંક્રમણ સ્નાન, ભગવાન વિષ્ણુની પૂજાનું પણ ખાસ મહત્ત્વ હોય છે. આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે. વૃશ્ચિક સંક્રાંતિએ પુણ્યકાળમાં કરવામાં આવતા દાનનું અનેકગણું શુભ ફળ મળે છે. તેમાં અનેક પ્રકારની સામગ્રીનું દાન કરવાનું વિધાન પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે.
જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સરકાર અને સરકારી કર્મચારીઓ માટે આ સંક્રાંતિ શુભ રહેશે. વસ્તુઓની કિંમત અને મોંઘવારી વધી શકે છે. અનેક લોકોને સ્વાસ્થ્યને લગતી પરેશાની થઈ શકે છે. ઠંડી વધશે. ઉધરસ-તાવ અને બીમારીઓનું સંક્રમણ પણ ચાલતું રહેશે. પાડોસી દેશો સાથે તણાવની સ્થિતિ બની શકે છે.
મંગળની રાશિમાં સૂર્ય આવી જવાથી 15 ડિસેમ્બર સુધી અનેક લોકો માટે કષ્ટપૂર્ણ સમય સાબિત થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સૂર્યની અશુભ અસર જોવા મળશે.
અર્ધ્ય અને પૂજા વિધિ:
– સૂર્યોદય પહેલાં જાગીને સૂર્યદેવની પૂજા કરવી જોઇએ.પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને તાંબાના લોટાથી સૂર્યને જળ ચઢાવો.
– પૂજન પછી નૈવેદ્ય ધરાવો અને એને પ્રસાદ સ્વરૂપમાં વહેંચો.
– નાળાછડી, હળદર અને સિંદૂર મિશ્રિત જળથી સૂર્યદેવને અર્ઘ્ય આપો.લાલ દીવો એટલે ઘીમાં લાલ ચંદન મિક્સ કરીને દીવો પ્રગટાવો.
– ભગવાન સૂર્યને લાલ ફૂલ ચઢાવો.ગૂગળનું ધૂપ કરો, નાળાછડી, કેસર, સિંદૂર વગેરે ચઢાવવાં જોઇએ. ગોળના બનેલા હલવાનો ભોગ ધરાવો અને લાલ ચંદનની માળાથી ૐ દિનકરાય નમઃ મંત્રનો જાપ કરો.