ખરાબ અને ખોટી આદતો વ્યક્તિના જીવનની સકારાત્મક ઊર્જા ને નસ્ટ કરી નાખે છે. સફળતાનો માર્ગ મેળવવા માટે ગણીવાર આ આદતો ખાતરનાખ સાબિત થતી હોય છે એટલુંજ નહિ આ આદતોથી તમારા વર્તમાનની સાથે તમારું ભવિષ્ય પણ સંકટમાં પડી શકે છે.
શ્રીમદ્ભભગવદ્દ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે કે વ્યક્તિ પોતાના અવગુણથી પરાજિત થાય છે એટલે એને છોડી દેવો જોઈએ.જાણો છો સફળતા મેળવવા કઈ ખરાબ આદતોને છોડવી પડે…
લાલચ : લોભ અથવા લાલચ કરવી એ મનુષ્યની સૌથી ખરાબ આદતો માંથી એક છે. લોભી વ્યક્તિ કોઈ દિવસ સંતુષ્ટ નથી હોતા.એટલુંજ નહિ આવા વ્યક્તિ હંમેશા પરેશાન અને બેચેન રહેતા હોય છે.
લાલચી વ્યક્તિ કેવળ પોતાના વિશે વિચારે છે અને સ્વાર્થી બની જાય છે. જયારે તેની આ ખરાબ આદતોની જાણ બીજા લોકોને થાય છે ત્યારે બધા તેનાથી દૂર થઇ જાય છે. છેલ્લે આવા વ્યક્તિ પોતાની ખરાબ આદતોને લીધે એકલા રહી જાય છે.
નકારાત્મક વિચાર: નકારાત્મક વિચાર રાખવાવાળા લોકો ક્યારે પણ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. કેમ કે કોઈ કાર્ય કરતા પેહલા જ આવા લોકો તેના વિશે નકારાત્મક વિચારવાનું ચાલુ કરી દે છે.
નકારાત્મક વિચાર તમારી સફળતામાં બાધા ઉત્પન્ન કરે છે અને વ્યક્તિ પોતાના લક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી વ્યક્તિએ પોતાના અંતરઆત્મા માંથી આવા કાઢી નાખવા જોઈએ.
આળસ: આળસ એવી ખરાબ આદત છે કે જે તમારી સફળતા માં મોટી બાધાઓ ઉત્પન્ન કરે છે. કોઈ પણ કાર્યમાં જો તમને આળસ આવી જાય તો કબીર નો આ દોહો “કલ કરે સોં આજ કર આજ કરે સોં અબ, પલ મેં પરલય હોએગી બહુરિ કરેગા કબ ” યાદ કરી લેવો જોઈએ.